આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા ( પ્રિયકાન્ત શ્રીમાળી)

ગુરુ બ્રાહ્મણ સમાજ માટે સરકાર દ્વારા સન્માન જનક શબ્દ અપાયેલ હોવા છતાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ પોલીસ પરીક્ષામાં પ્રતિબંધિત શબ્દ વાપરીને સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ ને અપમાનિત કરેલ હોય જેથી જવાબદાર કર્મચારી સામે કડક પગલાં લેવા ગુરુ બ્રાહ્મણ સમાજ મહેસાણા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ગુરુ બ્રાહ્મણ સમાજ મહેસાણા દ્વારા જણાવાયું છે કે તા ૩૦/૬/૨૦૧૯ ના રોજ ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષાના પ્રશ્ન પુસ્તીકા માં નં સી માં ક્રમાંક ૧૩૪ ઉપર જે પ્રશ્ન પુછવામાં આવ્યો છે તેના જવાબ ના ઓપ્સન (બી) માં ગુરુ બ્રાહ્મણ સમાજ અપમાનિત થાય તેવા શબ્દનો ઉપયોગ કરી ને સમગ્ર સમાજ ને અપમાનિત કરેલ છે. જેને લઈને સમગ્ર ગુજરાત માં વસવાટ કરતા ગુરુ બ્રાહ્મણ સમાજ ના લોકોમાં ઠેસ પહોંચવા પામી છે અને પેપર કાઢનાર જવાબદાર સામે રોષ પ્રગટ થવા પામ્યો છે.

મહેસાણા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્રારા પ્રવિણચંદ્ર ગાંધી ( મહેસાણા જિલ્લા પ્રમુખ ) ,બિપિનભાઈ શ્રીમાળી ( ઉત્તરઝોન પ્રભારી- GGBS ) ,ગીતેશ ગાંધી,ગુણવંતભાઇ શ્રીમાળી,દિનેશભાઇ શ્રીમાળી, કમલેશભાઈ ગાંધી, પ્રિયકાન્ત શ્રીમાળી, કલ્પેશભાઇ શ્રીમાળી, રવિભાઇ શ્રીમાળી, અરંવિદ ગાંધી, કમલેશભાઈ શ્રીમાળી, એન કે. શ્રીમાળી અને ડી.કે.શ્રીમાળી સહિતના આગેવાનો એ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code