આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લા સહિત રાજયભરમાં હમણાંથી અકસ્માતોની વણઝાર વાગી રહી છે. આવી જ એક ઘટના મહેસાણા નજીક ધિણોજ ખાતે બની હતી. શુકવારે હારીજ ડેપોની GJ 18 Z 3403 મિનિબસ મહેસાણાથી હારીજ તરફ જઇ રહી હતી.

આ દરમ્યાન ઘિણોજ નજીક બસ આગળના ડમ્પર ચાલકે અચાનક ગાયનું બચ્ચુ આવી જતા બ્રેક મારી હતી. જેનાથી પાછળ આવી રહેલી મીનીબસ ડમ્પરને ટકરાઇ ગઇ હતી. જેથી મિનિબસમાં બેઠેલા મુસાફરો ઘડીભર ગભરાહટમાં આવી ગયા હતા. અકસ્માતને પગલે બસ આગળનો કાચ તુટી ગયો હતો. જોકે, બસચાલકને સામાન્ય ઇજાઓ થઇ હતી. બસની અંદરના મુસાફરોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. અકસ્માતથી જાનહાની ટળતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code