મહેસાણા: “ઘર ફુટે-ઘર જાય” કોંગી સભ્યોનું ક્રોસવોટીંગ, પાલિકામાં ભાજપની સત્તા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પાલિકા પ્રમુખની ચુંટણીમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. પ્રમુખની ચુંટણીમાં ભાજપના નવિનકુમાર હીરાલાલ પરમાર વિજેતા જાહેર થયા છે. જેથી મહેસાણા પાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસે પ્રમુખ તરીકે શારદાબેન પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જોકે કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ ક્રોસ વોટીંગ કરતા 23 મત મળતા નવિનકુમાર વિજેતા જાહેર થયા છે. અટલ
 
મહેસાણા: “ઘર ફુટે-ઘર જાય” કોંગી સભ્યોનું ક્રોસવોટીંગ, પાલિકામાં ભાજપની સત્તા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકા પ્રમુખની ચુંટણીમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. પ્રમુખની ચુંટણીમાં ભાજપના નવિનકુમાર હીરાલાલ પરમાર વિજેતા જાહેર થયા છે. જેથી મહેસાણા પાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસે પ્રમુખ તરીકે શારદાબેન પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જોકે કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ ક્રોસ વોટીંગ કરતા 23 મત મળતા નવિનકુમાર વિજેતા જાહેર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આજે યોજાયેલી પ્રમુખની ચુંટણીમાં ભાજપના ઉમેદવારનો 23 મતે વિજય થયો છે. મહેસાણા પાલિકામાં કુલ 44 સભ્યો છે. જેમાં 29 સભ્ય કોંગ્રેસના અને 15 સભ્યો ભાજપના છે. આજે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના 4 સભ્યોએ ક્રોસવોટિંગ કરતા ભાજપે સત્તા મેળવી છે.

મહેસાણા: “ઘર ફુટે-ઘર જાય” કોંગી સભ્યોનું ક્રોસવોટીંગ, પાલિકામાં ભાજપની સત્તા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા પાલિકાના નવિન પ્રમુખ તરીકે નવિનકુમાર પરમારની વરણી કરવામાં આવી છે. જોકે આજે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના જ ચાર સભ્યોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપના ઉમેદવાર નવિનભાઇ હીરાલાલ પરમાર પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. નોંધનિય છે કે, ગત દિવસોએ ભાજપ-કોંગ્રેસના 29 સભ્યોએ ભેગામળી પુર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીને અવિશ્વાસ મામલે હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા.