મહેસાણા: ન્યાય માટે આપઘાતનો પ્રયત્ન કર્યો તો સરકારી લાઠી પડી શકે છે

અટલ સમાચાર,મહેસાણા કડી પ્રાંત કચેરીમાં જમીન કેસ મામલે અગોલના વૃધ્ધ ભાઇ-બહેને આપઘાતનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઇ હતી. જોકે, તેની સામે કડી પ્રાંત અધિકારીએ કાયદાનો ઉપયોગ કરી અરજદાર સામે પૂર્વ આયોજીત ષડયંત્ર હોવાનું જણાવી ફરીયાદ દાખલ કરી છે. જેનાથી મહેસાણા જીલ્લામાં ન્યાય માટે અલગ-અલગ કચેરીઓની ઠોકર ખાધા બાદ આપઘાતનું શસ્ત્ર ઉગામતાં અરજદારોને જેલમાં જવાની તૈયારી
 
મહેસાણા: ન્યાય માટે આપઘાતનો પ્રયત્ન કર્યો તો સરકારી લાઠી પડી શકે છે

અટલ સમાચાર,મહેસાણા

કડી પ્રાંત કચેરીમાં જમીન કેસ મામલે અગોલના વૃધ્ધ ભાઇ-બહેને આપઘાતનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઇ હતી. જોકે, તેની સામે કડી પ્રાંત અધિકારીએ કાયદાનો ઉપયોગ કરી અરજદાર સામે પૂર્વ આયોજીત ષડયંત્ર હોવાનું જણાવી ફરીયાદ દાખલ કરી છે. જેનાથી મહેસાણા જીલ્લામાં ન્યાય માટે અલગ-અલગ કચેરીઓની ઠોકર ખાધા બાદ આપઘાતનું શસ્ત્ર ઉગામતાં અરજદારોને જેલમાં જવાની તૈયારી રાખવી પડે તેવી નોબત આવી છે.

મહેસાણા જીલ્લાની ૧૦ મામલતદાર કચેરી, ૪ પ્રાંત કચેરી અને જીલ્લા મેજીસ્ટ્રેટ સહિતની કચેરીઓમાં તબકકાવાર જમીન કેસોના અરજદારો ન્યાય માટે દોડાદોડ કરી રહયા છે. આ ગતિવિધિમાં અગોલ ગામના અરજદારનો કડી પ્રાંત કચેરીમાં જમીન કેસ ચાલતો હતો. જેમાં પોતાને અન્યાય થઇ રહયો હોવાનું સમજી-જાણી આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. વૃધ્ધ ભાઇ-બહેને કડી પ્રાંત કચેરીમાં ઝેર પી જીવન ટુંકાવી દેવાનું પગલું ભરતા નવી બાબત સામે આવી છે.

કડી પ્રાંત અધિકારી કેતકી વ્યાસે અરજદારના આપધાતના પગલા સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. જેમાં અજાણ્યા ૧૦ જેટલા વ્યકિતઓમાં ત્રણ સ્ત્રીઓ ટોળા સ્વરૂપે ચેમ્બરમાં ધસી આવી પોતાને ખુરશીમાંથી ધક્કો મારી નીચે પાડી દીધા હોવાનું લખાવી પૂર્વઆયોજીત ષડયંત્ર રચી ગુન્હો કર્યાનો ઉલ્લેખ કરાવ્યો છે. કડી પોલીસે ફ.૮૨/૧૯ ઇપીકો. ક.૧૨૦બી, ૧૪૩, ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૫૦૬(ર), ૨૯૪(ખ), ૩૪૧ તથા સત્તાવાર રહસ્યનો કાયદો સને ૧૯૨૩ ની ક. ૭ તથા તથા જીપીએ.ક.૧૨૦ મુજબ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ન્યાય માટે અરજદારની મનોદશા બાદ ભરેલું પગલું અને સામે કડી પ્રાંતની ફરીયાદથી મહેસાણા જીલ્લામાં નવી દિશાની શરૂઆત થઇ છે. જેમાં અરજદારો ન્યાય માટે આપઘાતનું અંતિમ પગલું ભરે તો સરકારી લાઠીમાં છેવટે જેલ જવાની પણ નોબત આવી શકે છે.