મહેસાણા: કોરોનાને લઇ લોકડાઉનમાં આ ગામના સરપંચ ખુદ ચોકી કરવા બેઠા

અટલ સમાચાર,બેચરાજી કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આરોગ્ય તંત્ર દ્રારા ગામડાઓમાં કોઇ શહેરમાંથી આવે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ તરફ બેચરાજી તાલુકાના એક ગામમાં સરપંચ ખુદ ચોકી કરવા બેઠા છે. સરપંચ પોતે મેઇન ગેટ આગળ ખાટલો ઢાળીને ચોકી કરી રહ્યા છે કે, ગામમાં કોઇ બહારના વ્યક્તિ પ્રવેશે નહિ.
 
મહેસાણા: કોરોનાને લઇ લોકડાઉનમાં આ ગામના સરપંચ ખુદ ચોકી કરવા બેઠા

અટલ સમાચાર,બેચરાજી

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આરોગ્ય તંત્ર દ્રારા ગામડાઓમાં કોઇ શહેરમાંથી આવે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ તરફ બેચરાજી તાલુકાના એક ગામમાં સરપંચ ખુદ ચોકી કરવા બેઠા છે. સરપંચ પોતે મેઇન ગેટ આગળ ખાટલો ઢાળીને ચોકી કરી રહ્યા છે કે, ગામમાં કોઇ બહારના વ્યક્તિ પ્રવેશે નહિ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા: કોરોનાને લઇ લોકડાઉનમાં આ ગામના સરપંચ ખુદ ચોકી કરવા બેઠા

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામમાં સરપંચ પોતે ચોકી કરવા બેઠા છે. કોરોના વાયરસને લઇ ગુજરાત સહિત દેશમાં ચિંતાજનક સ્થિતિ છે. જેને લઇ ગામમાં કોઇ શહેરથી કે બહારગામથી આવે તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. જેને લઇ શંખલપુરના સરંપચ પરેશ પટેલ પોતે જ ગામની ચોકી કરવા બેઠા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મહેસાણા: કોરોનાને લઇ લોકડાઉનમાં આ ગામના સરપંચ ખુદ ચોકી કરવા બેઠા

સમગ્ર મામલે શંખલપુરના સરપંચ પરેશ પટેલે જણાવ્યુ હતુ કે, પોતાના ગામ જેવી તકેદારી બધા ગામો રાખવાનું શરૂ કરે તો કોરોના ગામમાં પ્રવેશે નહિ શકે. આ સાથે તેમને કામ સિવાય ઘરની બહાર નહિ નિકળવા પણ અપીલ કરી હતી. નોંધનિય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસનો આંકડો 200ને વટાવી ચુક્યો છે.