આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સોમવારે મહેસાણા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા પ્રમુખ ધનશ્યામ સોલંકી, ચીફ ઓફીસર સહિત નગરસેવકો હાજર રહ્યા હતા. થોડાક સમય અગાઉ પાલિકાએ ટાઉનહોલ માટે ટેન્ડર બહાર પાડયુ હતુ. જોકે સત્તાધિન કોંગ્રેસના જ સભ્યોએ વિરોધ કરતા પાલિકાએ સામાન્ય સભામાં ટાઉનહોલ પાલિકા હસ્તક રાખવાનો નિર્ણય કર્યો છે.

મહેસાણા પાલિકા દ્વારા તાજેતર માં ટાઉનહૉલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે પાલિકાના કોંગેસના જ સભ્યોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. સોમવારે મળેલી પાલિકાની સાધારણ સભામાં પાલિકા એ ટાઉનહોલ પાલિકા હસ્તક રાખવાનો નિર્ણય કર્યો છે.

સોમવારે મળેલી સામાન્ય સભામાં શહેરના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ફાયરસેફટી, પાણીની તંગી, વિમાન કંપનીની બાકી વેરો અને ટાઉનહોલ મુદ્દે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ક્યાં ક્યાં મુદ્દા ઉપર ચર્ચા થઈ ?

1.સુરતમાં થયેલા અગ્નિકાંડને અનુલક્ષીને ફાયરસેફટીની તબક્કાવાર ચકાસણી કરવી અને મહેસાણામાં આવો કોઇ બનાવ ના બને તેનું ખાસ ધ્યાન રાખવુ,

2.મહેસાણા શહેરમાં અપુરતા પાણીની સમસ્યા મુદ્દે નિર્ણયો લઇ વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યા હલ થાય તેવું આયોજન કરવુ,

3.AAA કંપનીના પોણા છ કરોડના બાકી વેરાને લઇ હરાજી તારીખે કોઇ હાજર ન રહેતા નવિન તારીખ નકકી કરી અને વધુમાં વધુ લોકો હરાજીમાં ભાગ લે તેની પુર્વતૈયારી કરવી,

4.શહેરમાં ટી.પી. કમિટીની ર૦૦ થી વધુ ફાઇલો ખોરંભે છે તો તેવા અરજદારોને વહેલી તકે તેમની સમસ્યાનું સમાધાન થાય તેને અગ્રતા આપવી

5.ટાઉનહોલનું જે પહેલા 21000 રૂ ભાડે આપેલ હતુ તે પાલિકા હસ્તક લઇ બાળકો અને ટસ્ટના પોગ્રામ માટે 11000 અને સામાન્ય જનતા માટે 15000 એક-શોના નકકી કરવા સહિતના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code