આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કડી, લાંઘણજ

મહેસાણા જિલ્લાના બે અલગ અલગ તાલુકા મથકની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જવાઈ છે. આ બાબતે કડી અને લાંઘણજ પોલી મથકમાં ગુનો નોંધાયો છે. જેને આધારે પોલીસે સગીરાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

કડીના કરણનગરથી 17 વર્ષની સગીરાના વાલીની ફરિયાદ

કડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ આરોપી રહે.ઓથવાડ તા.બાલાસિનોર જી.ખેડાવાળો ફરીયાદીની દિકરી ઉવ.૧૭ વર્ષ ૧૦ માસની સગીરવયની હોવાનુ જાણવા છતાં આરોપી તા.૩૧/૦૩/૧૯ ના રોજ બપોરના એક વાગે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો.

ધાંધુસણની 14 વર્ષની સગીરાને જારકર્મ કરવાના ઈરાદે ભગાડી

લાંઘણજ પોલીસે નોંધેલ ફરિયાદ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ઉ. વ. ૧૪ વર્ષ ૮ મહીના અને ૯ દીવસની ને લલચાવી ફોસલાવી જારકમૅ કરવાના તથા લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઇ જઇ ગુનો કર્યો છે. જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

25 Oct 2020, 7:44 AM (GMT)

COVID-19 Global Stats

42,973,486 Total Cases
1,155,224 Death Cases
31,683,279 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code