મહેસાણા ઈન્ચાર્જ ટીડીઓને સ્થાને ફરી ઈન્ચાર્જ ટીડીઓ! બદલી પાછળ ભેદભરમ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના ઈન્ચાર્જ વિકાસ અધિકારીની બદલી બાદ બીજા ઈન્ચાર્જ ટીડીઓ આવ્યા છે. તો પછી ઈન્ચાર્જ તરીકે દિલીપ પટેલ શું ખોટા હતા? કે પછી બૂમરાળ હતી ? આ સાથે ચાર્જ સંભાળનાર ઈન્ચાર્જ ટીડીઓની મહેનત હતી? તેવા સવાલો ઈન્ચાર્જને કારણે ઉભા થયા છે. જાણીએ વિગતો…. મહેસાણા તાલુકાને છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ચાર્જ ટીડીઓ મળી રહ્યા છે.
 
મહેસાણા ઈન્ચાર્જ ટીડીઓને સ્થાને ફરી ઈન્ચાર્જ ટીડીઓ! બદલી પાછળ ભેદભરમ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના ઈન્ચાર્જ વિકાસ અધિકારીની બદલી બાદ બીજા ઈન્ચાર્જ ટીડીઓ આવ્યા છે. તો પછી ઈન્ચાર્જ તરીકે દિલીપ પટેલ શું ખોટા હતા? કે પછી બૂમરાળ હતી ? આ સાથે ચાર્જ સંભાળનાર ઈન્ચાર્જ ટીડીઓની મહેનત હતી? તેવા સવાલો ઈન્ચાર્જને કારણે ઉભા થયા છે. જાણીએ વિગતો….

મહેસાણા તાલુકાને છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ચાર્જ ટીડીઓ મળી રહ્યા છે. અત્યારસુધી દિલીપ પટેલ ઈન્ચાર્જ ટીડીઓ તરીકે જે કાર્યશૈલીથી કામ કરતા હતા તેમાં કેટલાક ખુશ તો કેટલાક નારાજ થતા હતા. આ સાથે દિલીપ પટેલને રાજકીય પ્રેશર પણ સામે આવતું હતું. તાલુકાની આંતરિક બાબતોથી માહોલ ગરમાઈ રહ્યો છે. આ તમામ ગતિવિધી વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ અચાનક ઈન્ચાર્જ ટીડીઓ દિલીપ પટેલને દબાણ ટીડીઓની જવાબદારી આપી દીધી છે.

આ તરફ વિસનગરના ઈન્ચાર્જ ટીડીઓ વિજય ચાૈધીને મહેસાણા ટીડીઓનો ચાર્જ અપાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિજય ચાૈધરીએ અગાઉ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં ફરજ બજાવેલી છે. આથી મહેસાણા શહેરમાં ફરજ મળે તેવી અપેક્ષા છેલ્લા કેટલાય સમયથી હતી. આ તમામ બાબતોને જાણે એક જ બદલીથી પાર પડાયું છે. જોકે સવાલ એ ઉભો થયો છે કે, મહેસાણા ઈન્ચાર્જ ટીડીઓને સ્થાને ફરી ઈન્ચાર્જ આવતા મહેસાણા તાલુકાને ફરી એકવાર કાયમી ટીડીઓ મળી શક્યા નથી.