મહેસાણા: ONGCની બેદરકારીથી કડી નજીકની સીમમાં આગથી ભસ્મિભૂત

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના કડી નજીક ONGCની સંશોધન સાઇટમાં કોઇ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેનાથી આજુબાજુના વિસ્તારમાં આગને કારણે બાવળો સહિતનું ભસ્મિભૂત થઇ ગયુ હતુ. ONGCની ફરી એકવારની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ઉભી થઇ છે. કડી તાલુકાના જયદેવપુરા ગામ પાસે ONGCના વેલ નજીક અચાનક શનિવારે બપોરે ગરબડ થઇ હતી. જેનાથી શોર્ટસર્કિટ સહિતના
 
મહેસાણા: ONGCની બેદરકારીથી કડી નજીકની સીમમાં આગથી ભસ્મિભૂત

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લાના કડી નજીક ONGCની સંશોધન સાઇટમાં કોઇ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેનાથી આજુબાજુના વિસ્તારમાં આગને કારણે બાવળો સહિતનું ભસ્મિભૂત થઇ ગયુ હતુ. ONGCની ફરી એકવારની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ઉભી થઇ છે.

મહેસાણા: ONGCની બેદરકારીથી કડી નજીકની સીમમાં આગથી ભસ્મિભૂત

કડી તાલુકાના જયદેવપુરા ગામ પાસે ONGCના વેલ નજીક અચાનક શનિવારે બપોરે ગરબડ થઇ હતી. જેનાથી શોર્ટસર્કિટ સહિતના કોઇ કારણસર આગ લાગી ગઇ હતી. જોતજોતામાં આગની જવાળાઓ ખુલ્લા વિસ્તારથી રહીશ વિસ્તારમાં પહોંચે તે પહેલા ફાયર ફાયટરને જાણ કરતા દોડઘામ મચી ગઇ હતી. ONGC અને અન્ય ફાયર ફાયટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ONGCની વારંવારની બેદરકારીથી ખુલ્લા કુવામાં પડી જવાની, વેલમાં સંશોધનને કારણે જમીન ખરાબ થવાની અને ટેકનીકલ કારણોસર આગ લાગવાની ઘટનાઓને પગલે મહેસાણા જીલ્લાભરના ખેડુતો અને રહીશો છેલ્લા કેટલાક સમયથી લાલઘૂમ બની ગયા છે.