આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

બનાસકાંઠાથી નિકળેલી અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા શનિવારે સવારે મહેસાણા આવી હતી. જોકે રાજકીય ખેંચતાણની ગતિવિધિઓ વચ્ચે મહેસાણામાં સ્થાનિક ભાજપી આગેવાન જુગલ ઠાકોરના પ્રભુત્વ સામે ક્ષત્રિય ઠાકોર સેનાની રેલી ફીક્કી બની ગઇ હતી. પાંખી હાજરી વચ્ચે અલ્પેશે રેલી કરતા ચહેરાના હાવભાવ સ્પષ્ટ દેખાઇ આવ્યા હતા.


બરાબર લોકસભા ચૂંટણી અગાઉ ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે જનાધાર વધારવા એકતા યાત્રા કાઢી છે. જેનું શનિવારે મહેસાણામાં આગમન થાય તે પહેલા રાજકીય ખેલ પડી ગયો હતો. ઠાકોર સમાજની અન્ય એક સંસ્થાના આગેવાન અને ભાજપના નેતા જુગલ ઠાકોરનું પ્રભુત્વ જાણે વધી ગયુ હોય તેવો માહોલ બન્યો હતો. ક્ષત્રિય ઠાકોર સેનાની રેલીમાં સમાજના યુવાનોની ભીડ મહેસાણામાં જોવા મળી ન હતી. અલ્પેશ ઠાકોરની એકતા યાત્રામાં જાણે બાકોરૂ પાડયુ હોય તેમ ઠાકોર સમાજના અનેક યુવાનો જોડાયા નહોતા.
પાટણ લોકસભા ટીકીટ મેળવવા મહેનત કરતા જુગલ ઠાકોરે ભાજપમાં પોતાની તાકાત બતાવવા અલ્પેશની સભા ફીક્કી બનાવી હોવાની પ્રબળ સંભાવના છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

1 COMMENT

  1. Gujarat ma khecha tan ni Rajniti vadhare chale se aa na thavu jo e a na hi je party pacha .vars satta ma aave.saru kam kare to.Biji party.na umedavar Levani.jarur.pade.nahi…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code