આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

ગિરીશ જોશી, મહેસાણા

વૃક્ષ વાવેતર દરમિયાન માટીની જરૂરિયાત હોઇ ખાણ ખનીજની જાણ બહાર લઈ આવ્યા ?

મહેસાણા જિલ્લા વન વિભાગની રેન્જ કચેરીઓ દ્વારા ગત મહિનાઓ દરમિયાનના વૃક્ષ વાવેતરમાં માટી ચોરી થયા હોવાની આશંકાઓ જન્મી છે. પરિક્ષેત્ર વન કચેરીઓ દ્વારા રોપાના વાવેતર માટે ટેન્ડર વગર અને જ્યાં અનુકૂળતા આવી તે મુજબ માટી લઈ લેવાઈ હતી. આ તરફ ખનીજ સંપત્તિ ની ચોરી થઇ હોવાની વાતો ને પગલે માહિતી પણ માંગવામાં આવી છે.

મહેસાણા વન અને ખાણ-ખનિજ વિભાગને માટી અંગે રોપા માટે નવો વિવાદ સામે આવ્યો છે. ગત ચોમાસા દરમિયાન જિલ્લાની રેન્જ કચેરીઓ દ્વારા ટેન્ડર વગર જ્યાં અને જેવી અનુકૂળતા મળી તેવી રીતે માટી લઈ વાવેતર કરી દેવાયું હતું. સરકારી જોગવાઈ મુજબ માટી રાષ્ટ્રીય ખનીજ સંપત્તિ હોઇ જિલ્લા ખાણ ખનીજની મંજૂરી બાદ નિયમો મુજબ માટી લઈ શકાય છે. સમગ્ર બાબતે કાચું કપાયું હોવાનું ધ્યાને આવતા કેટલાક અરજદારોએ જિલ્લા વન વિભાગ અને ખાણ-ખનિજ ને ધ્યાને લાવતા મામલો ગરમાયો છે. આ તરફ ખાણ ખનીજ એકમને પણ સરકારી કચેરીઓની માટી ચોરીની માહિતી અંગે માથું ખંજવાળવું પડે તેવી સ્થિતિ છે. જિલ્લા વનવિભાગે બીજી વખત કાચુ ન કપાય તેને લઇ હવે વાવેતર માટે ટેન્ડર ફરજિયાત કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેટલીક રેંજ કચેરી દ્વારા ખાણ ખનીજના નિયમોને બાજુ પર રાખી કામ થઇ ગયા હોવાનું ધ્યાને આવતા મામલો થાળે પાડવા મથી રહ્યા છે.

જોવડાવ્યા બાદ ખ્યાલ આવેઃDFO

આ અંગે મહેસાણા જિલ્લા વન અધિકારી વર્માએ જણાવ્યું હતું કે સમગ્ર બાબતે જોવડાવ્યા બાદ ખબર પડે તેમ છે. જોકે હવેથી ટેન્ડર વિના માટી લેવાશે નહીં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code