આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

૭૧પ૯ મે.ટન માટી ચોરી મામલે ૧ર.પર લાખનો દંડ ફટકાર્યા બાદ ખાણખનીજ એકશનમાં

વિજાપુર તાલુકા પંથકમાં હાઇવે નજીક ખાનગી બાંધકામમાં માટીપુરાણ થતું હોવાની જાણ બાદ મામલતદારે તપાસ કરી હતી. જેમાં સમગ્ર રીપોર્ટને અંતે મહેસાણા જીલ્લા ખાણખનીજ વિભાગે તજવીજ હાથ ધરી હતી. આ તરફ વસાઇ-કુકરવાડાના ત્રણ ખેતરમાલિકોને કારણદર્શક નોટીસ ફટકારતાં ખાણખનીજને જવાબ જ મળયો ન હતો. સરેરાશ ૭૧પ૯ મે.ટન ખનીજ(સાદીમાટી) નો પુરાણમાં ઉપયોગ કરવાનું સાબિત થતાં રોયલ્ટી વગર અને ખાણખનીજના નિયમોનો
ઉલ્લંધન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. જેથી રૂ.૧ર લાખ પર હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની વસૂલાત નહી થતાં ખાણખનીજ ઘ્વારા વિજાપુર પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવવા મથામણ શરૂ થઇ છે.

મહેસાણા જીલ્લા ખાણખનીજે વિજાપુર-મહેસાણા હાઇવે પર બનતા ખાનગી કોમ્પલેક્ષમાં પુરાણ થતી માટી પરમીટ વગરની હોવાનું ધ્યાને લઇ પટેલ ભગુભાઇ જોઇતારામ,પટેલ વિઠઠલભાઇ મગનદાસ અને નારાણયજી ભુરાજી ચાવડાને કારણદર્શક નોટીસ ફટકારી હતી. જેની વસૂલાત અને માંડવાળ કરવામાં નિષ્ફળતા મળતાં ગુજરાત મિનરલ્સ રૂલ્સ ર૦૧૭ની કલમ ૯૧ મુજબ બિનઅધિકૃત રીતે માટી પુરાણ કરી સરકાર સાથે છેતરપિંડી આચરવા મામલે વસાઇ પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવા રજુઆત કરી છે.

24 Sep 2020, 11:40 AM (GMT)

COVID-19 Global Stats

32,389,290 Total Cases
986,946 Death Cases
23,898,556 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code