આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહસાણા જીલ્લામાં દારૂબંધીની કડક અમલવારી કરવા અને જીલ્લામાંથી પ્રોહીબિશનની નેસ્તનાબુદ કરવા જીલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાની સૂચનાથી પો.ઇન્સ. એસ.એસ. નિનામા સીધા માર્ગદર્શન હેઠળ ઉનાવા પો.સબ.ઇન્સ. આર.જી.ચૌધરી સાથેના એ.એસ.આઈ. રત્નાભાઈ લાલાભાઈ તથા એ.હે.કો મનોહરસિંહ વિજયસિંહ તથા પો.કો. હિમ્મતભાઈ હરીભાઈ તથા પો.કો. રશ્મેન્દ્વસિંહ નરેન્દ્વસિંહ વગેરે એલ.સી.બી. સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી.

ઉનાવાના ઠાકોર મિતેષ લીંબાજીના ઘરે સ્વીફટ ગાડીમાં દારૂ મંગાવેલ હોવાની બાતમીને આધારે ઉનાવા પોલીસ સ્ટાફના માણસો સાથે અચાનક રેડ કરતા મિતેષે મંગાવેલ દારૂનો જથ્થો ઉતારી ઠાકોર કમુબેન ભુપતજીના ઘર આગળના પાણીના હોજમાં ગાડીનો ચાલક તથા મિતેષ ગોઠવી રહયા હતા. પોલીસે અચાનક કરેલી રેડથી ગભરાઇ ગયેલો મિતેષ કંઇ વિચારે તે પહેલા જ પોલીસે તે બંનેની અટકાયત કરી રાજસ્થાન બનાવટનો હેવર્ડ 5000 બિયર 500 મી.લી.ના ટીન નં.206 ની કિં.20,600 તથા ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની પેટીઓ કુલ નંગ-14 ની કિં.67,200 સાથે કુલ બોટલ નંગ 710 ની કિં. 87,800ના દારૂનો જથ્થા અને સ્વીફટ ગાડી સહિત કુલ 7,52,800/- નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ બાબતે વધુ તપાસ હાથ ધરેલ છે.

01 Oct 2020, 9:39 AM (GMT)

COVID-19 Global Stats

34,402,598 Total Cases
1,022,542 Death Cases
25,590,925 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code