આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે મહેસાણા એલસીબીએ બાતમી આધારે 38.23 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે છત્રાલથી ઈન્દ્રાડ- કડી ઉપરની એક ખાની હોટલના પાર્કિગમાં પડેલી ટ્રકમાંથી રૂ. 38,23,200નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન કુલ 56,44,320નો મુદ્દામાલ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ નંદાસણ નજીક પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, સફેદ કલરની સ્વીફટ કાર લઇ ઇસમો છત્રાલથી ઇન્દ્રાડ-કડી તરફ ના રોડ ઉપર દારૂની પેટીઓને અલગ કરવાની જગ્યાનું સેંટીંગ કરવા ફરી રહેલ છે. જેને લઇ પોલીસે ઇન્દ્રાડ પાટીયાથી કડી તરફ આવતાં સ્વીફટ ગાડી મળતાં તેને કોર્ડન કરી ઉભી રખાવી હતી. આ દરમ્યાન કારમાંથી અંદરથી સુનીલ ભેરારામ અને ચૌંધરી પ્રભુરામ કલ્લારામ નગારામને ઝડપી પુછપરછ કરતાં રાજપુર પાટિયા પાસે દારૂ ભરેલો ટ્રક પડ્યો હોવાનું જણાવ્યું હતું.

આ દરમ્યાન પોલીસે ટીમ સાથે કલાપી હોટલે જઈ ટ્રક ઝડપી પાડી તલાશી લેતા ડાંગરના ફોતરીની આડાશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 772, બોટલો નંગ 9264 જેની કિં.રૂ. 38,23,200 નો દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રક, સ્વીફ્ટ કાર, મોબાઈલ મળી કુલ 56,44,320 નો મુદ્દામાલ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. આ સાથે પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી તેમની સામે પ્રોહીબીશન એકટની કલમ 65A,E,116B, 81,83,98(2) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીઓના નામ

1. સ્વીફટ ગાડીનો ચાલક સુનીલ ભેરારામ હરીંગારામ બીસનોઇ (પવાર), રહે.માલવાડા,બોખોકી ઘાણી, તા.ચિતલવાણા, જી.જાલોર
2. ચૌંધરી પ્રભુરામ કલ્લારામ નગારામ રહે.હાલ રહે.કરણનગર,મહાકાલી હોમ્સ,-૧,તા.કડી મુળ રહે.સોરા,લીયાદરા રોડ,સાંચોર, જી.જાલોર
3. ચુનારામ કેશારામ ધનારામ જાટ ઉ.વ.32 રહે.ઉત્તરીડેર,રેડાણા,તા.ગઠળારોડ,જી.બાડમેર(રાજસ્થાન)

21 Sep 2020, 10:43 AM (GMT)

COVID-19 Global Stats

31,263,405 Total Cases
965,398 Death Cases
22,847,551 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code