સપાટો@મહેસાણા: રહેણાંક મકાનમાં ત્રાટકી LCB, વિદેશી દારૂનો જથ્થાં સાથે ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBની ટીમે ગામમાં મકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મહેસાણા LCBના PSI સ્ટાફ સાથે પ્રોહીબિશન લગત પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી નવિન બનતાં મકાનમાંથી અને મકાનની પાછળના ભાગેથી પ્લાસ્ટીકના પીપમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. LCBએ રેઇડ
 
સપાટો@મહેસાણા: રહેણાંક મકાનમાં ત્રાટકી LCB, વિદેશી દારૂનો જથ્થાં સાથે ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBની ટીમે ગામમાં મકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મહેસાણા LCBના PSI સ્ટાફ સાથે પ્રોહીબિશન લગત પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી નવિન બનતાં મકાનમાંથી અને મકાનની પાછળના ભાગેથી પ્લાસ્ટીકના પીપમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. LCBએ રેઇડ દરમ્યાન 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઇસમ વિરૂધ્ધ લાંઘણજ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સપાટો@મહેસાણા: રહેણાંક મકાનમાં ત્રાટકી LCB, વિદેશી દારૂનો જથ્થાં સાથે ઇસમ ઝડપાયો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એસ.બી.ઝાલા LCB અને પેરોલ ફર્લોના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન લીંચ નર્સરી રોડ પર સ્મશાનની બાજુમાં ઠાકોર ધવલ દીલીપજીએ પોતાના નવીન મકાન તથા મકાનની પાછળના ભાગે વિદેશી દારૂ સંતાડ્યો હોવાની બાતમી આધારે કાર્યવાહી કરી હતી. LCBએ કાર્યવાહી દરમ્યાન વિદેશી દારૂની બોટલો નંગ-49 કિ.રૂ.11,100, એક્ટિવા કિ.રૂ.40,000 અને મોબાઇલ કિ.રૂ.15,000 મળી કુલ કિ.રૂ.63,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ઇસમ વિરૂધ્ધ લાંઘણજ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં PSI એસ.આર.પટેલે વધુ તપાસ શરૂ કરી છે