ઉત્તર ગુજરાતમાંથી 34 બાઇક ચોરનાર ગેંગના 5 આરોપીને મહેસાણા LCBએ દબોચ્યા

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ અને સાબરકાંઠામાંથી 34 બાઇક ચોરનાર આરોપીઓને પકડવા માટે મહેસાણા એલસીબીએ વિવિધ ટીમો બનાવી હાથ ધરેલા ઓપરેશનમાં અલગ-અલગ ગેંગના 5 વાહન ચોરો મહેસાણા અને વિસનગરથી દબોચ્યા હતા. મહેસાણા LCB પીઆઇ એસ.એસ.નિનામાએ જિલ્લામા વાહન ચોરીઓના અસરગ્રસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવી તેમજ અગાઉ વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા શખ્સો પર વોચ રાખી ચોરીના ગુનાઓ શોધવા
 
ઉત્તર ગુજરાતમાંથી 34 બાઇક ચોરનાર ગેંગના 5 આરોપીને મહેસાણા LCBએ દબોચ્યા

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ અને સાબરકાંઠામાંથી 34 બાઇક ચોરનાર આરોપીઓને પકડવા માટે મહેસાણા એલસીબીએ વિવિધ ટીમો બનાવી હાથ ધરેલા ઓપરેશનમાં અલગ-અલગ ગેંગના 5 વાહન ચોરો મહેસાણા અને વિસનગરથી દબોચ્યા હતા.

મહેસાણા LCB પીઆઇ એસ.એસ.નિનામાએ જિલ્લામા વાહન ચોરીઓના અસરગ્રસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવી તેમજ અગાઉ વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા શખ્સો પર વોચ રાખી ચોરીના ગુનાઓ શોધવા અલગ-અલગ ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરી હતી. આ સંદર્ભે PI એસ.એસ.નિનામા, PSI જે.જી.સોલંકી, PSI આર.જી.ચૌધરી, ASI હીરાજી, રત્નાભાઇ,રાજેન્દ્રસિંહ, મનોહરસિંહ, મહેન્દ્રકુમાર, નિલેશકુમાર,હે.કો. મહેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ, વિશ્વનાથસિંહ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મહેસાણા અને વિસનગરમાં કેટલાક શખ્સો ચોરીના બાઇક લઇને આવનાર હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી વાહન ચોરતી અલગ ટોળકીના 5 ચોર ઝડપ્યા હતા. મળતી માહિતિ મુજબ આ આરોપીઓ બાઇક ચોરી પોતાના સગા-સંબધીઓની મદદથી ચોરીના વાહનો વેચતા હતા.

ઉત્તર ગુજરાતમાંથી 34 બાઇક ચોરનાર ગેંગના 5 આરોપીને મહેસાણા LCBએ દબોચ્યા

જોકે, મહેસાણા પોલીસે મહેસાણામાં વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા, વસાઇ અને વિજાપુર વિસ્તારમાંથી 9 બાઇક,સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, જાદર વિસ્તારમાંથી 19 અને પાટણ જિલ્લાના સિધ્ધપુરથી 3 બાઇકો અને વિજાપુરમાંથી વધુ 3 મળી કુલ 34 ટુ-વ્હીલર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇકચોરી કેસમાં ઝડપાયેલા આરોપીઓ

કરણસિંહ નટવરસિંહ ચૌહાણ રહે.ટીંબા તા.સતલાસણા

સિદ્ધરાજસિંહ સોમસિંહ રહે.મુનપુર તા.હિંમતનગર

સાવંતસિંહ લક્ષ્મણસિંહ ભટેસરીયા રહે.માલાપુરા તા.સતલાસણા

નાગજીજી દશરથજી ઠાકોર રહે.આસ્પા તા.વડનગર

ફલાજી સોમાજી ઠાકોર રહે.સાગથળા તા.ખેરાલુ