મહેસાણા LCBની ચપળતાઃ 4.36 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપ્યા

અટલ સમાચાર, મહેસાણા પોલીસ અધિક્ષક મહેસાણાની સૂચના આધારે મહેસાણા પોલીસ ઇન્સ. એલ.સી.બી તથા પો.સ.ઇ. આર.જી.ચૌધરી તથા એ.એસ.આઇ. હીરાજી સોનાજી તથા એ.એસ.આઇ. રત્નાભાઇ લાલાભાઇ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બટુસિંહ તથા હેડ કોન્સ.મહેન્દ્રકુમાર માનસંગભાઇ તથા હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર ગીરીશભાઇ તથા પો.કોન્સ્ટેબલ રમેશચન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ મહેસાણા એલ.સી.બી. કચેરીએ હાજર હતા. જે દરમિયાન બાતમી આધારે સતલાસણા તરફથી એક મારૂતિ ઇકો
 
મહેસાણા LCBની ચપળતાઃ 4.36 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપ્યા

અટલ સમાચાર, મહેસાણા

પોલીસ અધિક્ષક મહેસાણાની સૂચના આધારે મહેસાણા પોલીસ ઇન્સ. એલ.સી.બી તથા પો.સ.ઇ. આર.જી.ચૌધરી તથા એ.એસ.આઇ. હીરાજી સોનાજી તથા એ.એસ.આઇ. રત્નાભાઇ લાલાભાઇ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બટુસિંહ તથા હેડ કોન્સ.મહેન્દ્રકુમાર માનસંગભાઇ તથા હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર ગીરીશભાઇ તથા પો.કોન્સ્ટેબલ રમેશચન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ મહેસાણા એલ.સી.બી. કચેરીએ હાજર હતા.

મહેસાણા LCBની ચપળતાઃ 4.36 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપ્યા

જે દરમિયાન બાતમી આધારે સતલાસણા તરફથી એક મારૂતિ ઇકો ગાડી  સફેદ કલરનીમાં ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરીને ખેરાલુ-સિધ્ધપુર ત્રણ રસ્તા થઇ ખળી ચોકડી તરફ જનાર છે. જેના આધારે એલ.સી.બી.એ ખેરાલુ, શીતકેન્દ્ર થઇ સિધ્ધ્પુર ત્રણ રસ્તા થઇ આદીતપરા (મલેકપુરા) પાસે ડ્રાઇવર મહેશજી ઠાકોર ઉર્ફે ભાણો નાગરજી વજાજી રહે.વડનગર, સુંઢીયા હાલ.કરલી, ઠાકોરવાસ, તા.ઊંઝા તથા  અન્ય એક ઇસમ દિનેશ ઉર્ફે ગની નેતરામ લછીરામ રહે.મુળ ભીંડર, ચાંદપોલ, જિ.ઉદેપુર, હાલ. ઊંઝાવાળાને ઝડપી પાડ્યા હતા.

આ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં અલગ અલગ માર્કાની નાની મોટી બોટલો નંગ-768 તથા બીયર ટીન નંગ-152 મળી કુલ રૂ.1,20,800/-, ગાડી કિ.રૂ.3,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ.15,500/- મળી કુલ રૂ.4,36,300/-નો ઝડપી પાડ્યો હતો. આ અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.