આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષકની સુચનાને આધારે નાસતા-ફરતા પેરોલ ફરારી આરોપીઓને ઝડપી પાડવાની સુચના આધારે પેરોલ ફલો સ્‍કોર્ડના PSI કે.ડી.બારોટ, એ.એસ.આઈ કિરીટભાઈ, હેડ કોન્સ નરેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ વોચમાં હતો. આ દરમિયાન પાક્કી બાતમી આધારે રાત્રીના સમયે ઝડપી પાડ્યો હતો. જે અંગેનો ગુનો પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર બે વર્ષથી નાસતો-ફરતો આરોપી ઠાકોર કૃષ્ણકુમારજી અબારામ ગોબરજી રહે, ભાસરીયા અબાપુરા, તા. જી. મહેસાણાવાળો હાલ. ભાસરીયા પોતાના ઘરે આવેલ હોવાની જાણ થતા મહેસાણા એલસીબીએ  બાતમી વાળી જગ્યાને મોડી રાત્રે કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલ આરોપીને CRPC કલમ મુજબ અટકાયત કરી મહેસાણા એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code