મહેસાણા LCBની પાંચેય ઈન્દ્રીયો સતર્કઃપખવાડીયામાં જ 11.67 લાખ લૂંટનો ભેદ ઉકેલ્યો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં પખવાડીયા અગાઉ બાવલુ પેટ્રોલપંપના માલિક પાસે છરીની અણીએ 11.67 લાખની લૂંટ ચલાવાઈ હતી. જેથી જિલ્લામાં ભયનો માહોલ ઉભો થઈ જવા પામ્યો હતો. આ લૂંટ બાદ પોલીસે ગુનામાં સામેલ આરોપીઓને તાકીદે ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. પખવાડીયાની અંદર 5 આરોપીઓને ઝડપી લેતા પોલીસબેડામાં મહેસાણા એલસીબીની પ્રસંશા થઈ રહી છે.
 
મહેસાણા LCBની પાંચેય ઈન્દ્રીયો સતર્કઃપખવાડીયામાં જ 11.67 લાખ લૂંટનો ભેદ ઉકેલ્યો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં પખવાડીયા અગાઉ બાવલુ પેટ્રોલપંપના માલિક પાસે છરીની અણીએ 11.67 લાખની લૂંટ ચલાવાઈ હતી. જેથી જિલ્લામાં ભયનો માહોલ ઉભો થઈ જવા પામ્યો હતો. આ લૂંટ બાદ પોલીસે ગુનામાં સામેલ આરોપીઓને તાકીદે ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. પખવાડીયાની અંદર 5 આરોપીઓને ઝડપી લેતા પોલીસબેડામાં મહેસાણા એલસીબીની પ્રસંશા થઈ રહી છે. ભેજાબાજ આરોપીઓ પેટ્રોલપંપ માલિક લાખો રૂપિયા બેંકમાં અવાર નવાર જમા કરાવતા હોવાની જાણ હતી. જેમણે પુરી ઘટનાને અંજામ આપ્યાના એક માસ અગાઉ લૂંટ કરવાની યોજના ઘડી હતી. જેમાં આરોપીઓએ રેકી કરી સ્થળ અને સમય પણ નક્કી કરી લેવામાં આવી હતી.

મહેસાણા LCBની પાંચેય ઈન્દ્રીયો સતર્કઃપખવાડીયામાં જ 11.67 લાખ લૂંટનો ભેદ ઉકેલ્યોપોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી આધારે ગત તા.૨૦/૦૨/૨૦૧૯ના રાજેશભાઇ ધિરુભાઇ પટેલ રહે, કડીનો બાવલુમાં પેટ્રોલપંપ આવેલો છે. જેઓ રૂ.11.67 લાખ બેંકમાં જમા ચંદ્રાસણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક અને એક કારે તેમનો પીછો કરવાનું શરુ કર્યું હતું. આશરે 10.45 કલાકે વાહનોમાં સવાર અજાણ્યા ચાર ઈસમોએ લૂંટના ઈરાદે રાજેશભાઈને કણઝરી પાટીયા આંતરી લીધા હતા. જ્યાં તેમને રોકી મોઢા તથા આંખો ઉપર સ્પ્રે છાંટી ધોકા, છરી વડે ભારે ઈજાઓ પહોંચાડી હતી. અને તેમની પાસે રહેલ રૂ.11,67,500ની લૂંટ ચલાવી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

જિલ્લામાં ભયનો માહોલ ઊભો કરી ખતરનાક ક્રાઈમને અંજામ આપેલ આ ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી. જેથી પોલીસ અધિક્ષક અને ના.પો.અધિ. મંજીતા વણઝારાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.નિનામા તથા ઈન્સ્પેક્ટર જે.જી.સોલંકી, એ.એસ.આઇ. હીરાજી, રત્નાભાઇ, હેડકોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ મનોહરસિંહ, મહેન્દ્રકુમાર, નિલેશકુમાર, મહેન્દ્રસિંહ સહિતના એલ.સી.બી. સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલવા મથામણ આદરી હતી.

જેઓને મજબૂત બાતમી મળી હતી કે, બાવલુ લૂંટના આરોપીઓ ગુનામાં વપરાયેલ ગાડી સાથે કડી આવી રહ્યા છે. પેટ્રોલીંગ દરમિયાન બાતમી વાળી ગાડી નજરે પડતાં સ્થળ ઉપર પાંચેય આરોપીઓને ઝડપી લઈ રોકડ રૂ.7,29,000, મોબાઈલ, કાર કિ.રૂ.8,00,000 મળી કુલ રૂ.15,44,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટમાં સામેલ આરોપીઓ

(૧) મુસ્તુફા વલીભાઇ રહે.અગોલ તા.કડી જી.મહેસાણા

(ર) ઇસ્માઇલ ઉર્ફે હુશો રસુલભાઇ રહે.અગોલ તા.કડી જી.મહેસાણા

(૩) આલમખાન અબ્દુલખાન મલેક રહે.સેડલા તા.પાટડી જી.સુરેન્દ્રનગર

(૪) શબ્દલખાન જેહાજી મલેક રહે.જેજરી તા.પાટડી જી.સુરેન્દ્રનગર

(પ) મુસ્તુફાન રહીમખાન મલેક રહે.જેજરી તા.પાટડી જી.સુરેન્દ્રનગર