મહેસાણા: ઓનલાઇન આવકવેરો ભરતા શીખો, ઇન્કમટેક્ષ કચેરીએ હેલ્પ સેન્ટર

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના કરદાતાઓ માટે ઓનલાઇન આવકવેરો ભરવા માર્ગદર્શન સેન્ટર શરૂ થયુ છે. મહેસાણા ઇન્કમટેક્ષ કચેરીને કરદાતાઓની મુંઝવણ સામે આવતા ઓનલાઇન રીર્ટન ફાઇલ કરવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. જેમાં જે કરદાતાઓને ઓનલાઇન આવકવેરો ભરવા મુશ્કેલી પડતી હોય તેઓને અન્ય કોઇનો સહયોગ લેવાને બદલે ખુદ ઇન્કમટેક્ષ કચેરી આગળ આવી છે. મહેસાણા ઇન્કમટેક્ષ
 
મહેસાણા: ઓનલાઇન આવકવેરો ભરતા શીખો, ઇન્કમટેક્ષ કચેરીએ હેલ્પ સેન્ટર

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લાના કરદાતાઓ માટે ઓનલાઇન આવકવેરો ભરવા માર્ગદર્શન સેન્ટર શરૂ થયુ છે. મહેસાણા ઇન્કમટેક્ષ કચેરીને કરદાતાઓની મુંઝવણ સામે આવતા ઓનલાઇન રીર્ટન ફાઇલ કરવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. જેમાં જે કરદાતાઓને ઓનલાઇન આવકવેરો ભરવા મુશ્કેલી પડતી હોય તેઓને અન્ય કોઇનો સહયોગ લેવાને બદલે ખુદ ઇન્કમટેક્ષ કચેરી આગળ આવી છે.

મહેસાણા ઇન્કમટેક્ષ કચેરીના મુખ્ય કમિશ્નર ઓ.પી.પાઠકે જણાવ્યુ હતુ કે, ઘણા સમયથી વિભાગ દ્વારા ઓનલાઇન રીર્ટન ફાઇલ કરવાની વ્યવસ્થા છે. જેમાં અનેક કરદાતાઓને ઓનલાઇન આવકવેરો ભરવા ટેકનિકલ સહિતની જાણકારીના અભાવે મુશ્કેલી આવે છે. જેનાથી ખાનગી સ્થળોએ ખર્ચ કરીને રીર્ટન ફાઇલ કરવી પડે છે. આવી સ્થિતિને પગલે મહેસાણા ઇન્કમટેક્ષ હેઠળ આવતા કરદાતાઓ માટે માર્ગદર્શન સેન્ટર શરૂ કર્યુ છે.

મહેસાણા જીલ્લાના તાલુકા સહિતના કરદાતાઓ માટે મોઢેરા ચોકડી નજીક નવિન બસ સ્ટેન્ડ સામે કોમ્પલેક્ષમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યુ છે. કોમ્પલેક્ષમાં આવેલી મુખ્ય ઇન્કમટેક્ષ કમિશ્નરની કચેરી અંદર વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે કરદાતાઓ માટે ઓનલાઇન રીર્ટન કેવી રીતે ભરવુ તેની સમજ આપવામાં આવી રહી છે.