મહેસાણા: ABVP દ્વારા આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને લીંબુ પાણી આપવામાં આવ્યું
અટલ સમાચાર,મહેસાણા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નિકળવાનું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે મહેસાણા ખાતે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આકરી ગરમીમાં પણ પોતાની ફરજ અદા કરતા હોય છે. મહેસાણા(ખેરવા નગર) ABVP દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને લીંબુ પાણી પીવડાવ્યુ હતુ. મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે સૂર્યએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અંગો
                                          Jun 7, 2019, 14:25 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,મહેસાણા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નિકળવાનું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે મહેસાણા ખાતે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આકરી ગરમીમાં પણ પોતાની ફરજ અદા કરતા હોય છે. મહેસાણા(ખેરવા નગર) ABVP દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને લીંબુ પાણી પીવડાવ્યુ હતુ.

મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે સૂર્યએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અંગો દઝાડતી ગરમીથી જ્યારે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આટલી ગરમીમાં પણ શહેરની ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સચવાય તે માટે પોતાની ડયુટી કરી રહી છે. જેથી ગરમીમાં રાહત મળે તે હેતુથી એબીવીપી ખેરવા નગરના કાર્યકર્તાઓ દ્વારા ટ્રાફિક પોલીસને લીંબુ પાણી આપવામાં આવ્યું હતુ.


