આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

લોકસભા ચૂંટણીની ગતિવિધિ વચ્ચે દાવેદારો ટિકિટ મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની લોકસભા બેઠક માટે ડોક્ટરની દોડાદોડી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. પેનલમાં નામ હોવાથી મહેસાણાના ઓર્થોપેડિક ડોક્ટર રાજેશ પટેલ ઉમેદવાર થવા મથામણમાં લાગ્યા છે.

મહેસાણા લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસમાં બેથી ત્રણ નામો સૌથી આગળ ચાલી રહ્યા છે. જેમાં બે સામાજીક આગેવાન સાથે પાટીદાર ડોક્ટર પણ રેસમાં છે. હકીકતે વિધાનસભા ચૂંટણીમાં છેક છેલ્લી ઘડી સુધી નામ રહ્યા  બાદ પત્તું કપાઈ ગયું હતું. તેવા ઓર્થોપેડિક ડોક્ટર સંસદસભ્ય થવા મથી રહ્યા છે.

મહેસાણા માટે પાટીદાર આગેવાન એ જે પટેલ અને ઓર્થોપેડિક ડોક્ટર રાજેશ પટેલ વચ્ચે ઉમેદવારી મુદ્દે જોરદાર ટક્કર ચાલી રહી છે. ડોક્ટરે ટિકિટ માટે લોબિંગ કર્યા બાદ કોંગ્રેસી આગેવાન મારફત છેક દિલ્હી સુધી મુલાકાત કરી આવ્યા હતા.

જોકે કોંગ્રેસ અને ભાજપ માટે મહત્વની ગણાતી મહેસાણા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા અને જીત અપાવવી સૌથી વધુ મહત્વનું બની ગયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code