ઊંઝા: આંતરિક ઝઘડાના કારણે ભાજપ મહેસાણા લોકસભા હારી શકે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ સાથે ભાજપમાં પણ આંતરિક નારાજગી અને ઝઘડો ચરમસીમાએ છે. હોદ્દેદારો અને આગેવાનોની નારાજગી શાંત કરવા બેઠકોનો દોર ધમધમ્યો છે. પ્રદેશ કક્ષાએથી ચાલતી રાજનીતિ જોતાં ભાજપ મહેસાણા લોકસભાની બેઠક ગુમાવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની પંચાયત અને પાલિકાઓમાં મોટેભાગે કોંગ્રેસની સત્તા છે જ્યારે મોટાભાગની વિધાનસભા ભાજપ પાસે
 
ઊંઝા: આંતરિક ઝઘડાના કારણે ભાજપ મહેસાણા લોકસભા હારી શકે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ સાથે ભાજપમાં પણ આંતરિક નારાજગી અને ઝઘડો ચરમસીમાએ છે. હોદ્દેદારો અને આગેવાનોની નારાજગી શાંત કરવા બેઠકોનો દોર ધમધમ્યો છે. પ્રદેશ કક્ષાએથી ચાલતી રાજનીતિ જોતાં ભાજપ મહેસાણા લોકસભાની બેઠક ગુમાવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લાની પંચાયત અને પાલિકાઓમાં મોટેભાગે કોંગ્રેસની સત્તા છે જ્યારે મોટાભાગની વિધાનસભા ભાજપ પાસે છે. બંને પાર્ટીના કાર્યકરો અને મતદારો ઉપરનાં પ્રભાવથી ગળાકાપ સ્પર્ધા છે. જોકે બંને પાર્ટીમાં આંતરિક ઝઘડાઓ જોતાં લોકસભામાં હાર જીતનું અંતર વધી જાય તેમ છે.

ભાજપમાં જ્યારથી કોંગ્રેસના આશાબેન પટેલનું આગમન થયું ત્યારથી ઊંઝા ભાજપમાં હડકંપ મચી ગયો છે. કેટલાક તાલુકાઓમાં દિગ્ગજો અત્યંત નારાજ હોવાથી શાંત પાડવા મથામણ ચાલુ થઈ છે. દાવપેચ પ્રદેશ કક્ષાએથી ચાલતો હોવાથી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના લાચાર સ્થિતિમાં આવી ગયા છે.

છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં મહેસાણા લોકસભા જીતવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ વખતે માહોલ અને રોષ કંઈક અલગ હોવાથી ભાજપને મહેસાણા લોકસભા બેઠક જાળવી રાખવી અત્યંત મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ભાજપની મુશ્કેલીઓ પારખી કોંગ્રેસ દાવ ખેલી રહી છે. જો કોંગ્રેસ જીતી જાય તો વડાપ્રધાનના વતનમાં કારમી હાર જોવી પડે તેની બીક ભાજપને છે.