ખળભળાટ@મહેસાણા: યુવતિ સાથે સુખની લાલચ આપી સવા 2 કરોડ પડાવ્યાં, નોકરીયાત છેતરાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરના આધેડ વયના પુરુષ સાથે ચોંકાવનારી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઓનલાઇન ફ્રેન્ડશીપના નામે ઠગ ટોળકીએ ખાનગી નોકરી કરતાં આધેડનો સંપર્ક કર્યો હતો. જેમાં યુવતિ સાથે દોસ્તી અને શરીર સુખની લાલચ આપી ક્લબના સભ્ય ગઢ બનાવ્યાં હતા. જેમાં વારંવાર લાલચ અને વિશ્વાસ આપી તબક્કાવાર પૈસા પડાવતા હતા.
 
ખળભળાટ@મહેસાણા: યુવતિ સાથે સુખની લાલચ આપી સવા 2 કરોડ પડાવ્યાં, નોકરીયાત છેતરાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરના આધેડ વયના પુરુષ સાથે ચોંકાવનારી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઓનલાઇન ફ્રેન્ડશીપના નામે ઠગ ટોળકીએ ખાનગી નોકરી કરતાં આધેડનો સંપર્ક કર્યો હતો. જેમાં યુવતિ સાથે દોસ્તી અને શરીર સુખની લાલચ આપી ક્લબના સભ્ય ગઢ બનાવ્યાં હતા. જેમાં વારંવાર લાલચ અને વિશ્વાસ આપી તબક્કાવાર પૈસા પડાવતા હતા. સરેરાશ 10થી 11 મહિનામાં અધધધ….. સવા 2 કરોડથી વધુ રકમ નોકરીયાત ઈસમ પાસેથી પડાવી લીધી હતી. આ પછી ના પૈસા મળ્યા કે યુવતિ સાથે સંબંધ પણ નહિ છતાં મોટી છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. આખરે બબ્બે સંતાનના પિતાએ ઠગ ટોળકી વિરુદ્ધ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરીયાદ આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના ધિણોજ ગામના રહીશ અને મહેસાણા રહી પાલાવાસણા નજીકની કંપનીમાં નોકરી કરતાં આધેડ સાથે સનસનીખેજ છેતરપિંડી થઈ છે. કેટલાક મહિના અગાઉ અજાણ્યા નંબરથી ફોન આવતાં આધેડ નોકરીયાતે વાત કરી હતી. જેમાં સામેના ઈસમ રવિએ છોકરીઓ સપ્લાય કરતાં હોવાનું જણાવ્યું હતું. જેમાં ઓનલાઇન માધ્યમથી સુખી પરિવારની યુવતિ અને મહિલા સાથે દોસ્તી કરવાની ઓફર આપી હતી. આ માટે શરૂઆતમાં 1500 ભરવાનું કહી ફ્રેન્ડશીપ ક્લબમાં સભ્ય બનવા કહ્યું હતું. ત્યારબાદ જીતુ પટેલે પણ ફોનમાં વાત કરી યુવતિનો સંપર્ક કરવા આધેડને રકમ ભરવા કહ્યું હતું. આ પછી ધ્રુતિકા સવાણી નામની યુવતિએ પણ વિડીયો કોલથી વાત કરી દોસ્તીની લાલચ ઉભી કરી હતી.

ખળભળાટ@મહેસાણા: યુવતિ સાથે સુખની લાલચ આપી સવા 2 કરોડ પડાવ્યાં, નોકરીયાત છેતરાયા
પ્રતિકાત્મક તસવીર

આ ત્રણેય ઈસમોએ લાખોની રકમ પડાવી લીધાં બાદ અચાનક ટીનુ પટેલ નામના ઈસમે ફોન કરી કહ્યું હતું કે, જો પૈસા પરત લેવા હોય અને યુવતિ સાથે હોટેલમાં રોકાવું હોય તો 8 લાખ ભરો. આથી લાલચમાં ને વિશ્વાસમાં આધેડે ગત માર્ચ 2020 થી જાન્યુઆરી 2021 સુધીમાં 2 કરોડ 23 લાખ 84 હજારથી વધુ ભર્યા હતા. આંગણિયા અને ઓનલાઇન થકી સવા 2 કરોડથી વધુની રકમ ભર્યા બાદ આધેડને છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું. નોકરીની બચત અને સગાસંબધી પાસેથી ઉછીના લઈ ભરેલી રકમ પાછી નહિ મળતાં ચોંકાવનારી નોબત બની છે. લોકડાઉનમા યુવતિ સાથે દોસ્તીની લાલચ આપી ઠગ ટોળકીએ મહેસાણાના વયસ્ક પુરુષ સાથે મોટી છેતરપિંડી આચરી છે.

ખળભળાટ@મહેસાણા: યુવતિ સાથે સુખની લાલચ આપી સવા 2 કરોડ પડાવ્યાં, નોકરીયાત છેતરાયા
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર મામલે જેની સાથે છેતરપિંડી થઈ તે ઈસમે મહિલા સહિત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એન્જિનિયરિંગનુ ભણેલા અને ખાનગી કંપનીમાં અડધા લાખનો પગાર મેળવતાં 56 વર્ષના પુરુષે ટેલિફોનિક વાતચીતમાં યુવતિ સાથે દોસ્તીની લાલચમાં સવા 2 કરોડથી વધુની રકમ ગુમાવી છે. આટલી મોટી રકમ પડાવી જનાર યુવતિ ધ્રુતિકા સવાણી, રવિ, જીતુ પટેલ અને ટીનુ પટેલ સહિતના વિરુદ્ધ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આઇપીસી 419, 420, 120બી તેમજ આઇટી એક્ટની કલમ 66ડી મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા સહિતની તજવીજ હાથ ધરી છે.

ખળભળાટ@મહેસાણા: યુવતિ સાથે સુખની લાલચ આપી સવા 2 કરોડ પડાવ્યાં, નોકરીયાત છેતરાયા
File Photo