મહેસાણા: ગણેશ વિસર્જન, મહોરમ સહિતના તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં આવનાર વિવિધ તહેવારો જેવા કે ગણેશ વિસર્જન, મહોરમ સહિત અન્ય તહેવારોને લઇને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તે માટે બેઠકમાં વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં શાંંતિ અને સામાજિક સમરતા થાય તે માટે વિવિધ સમુદાયના અગ્રણીઓને અપીલ કરાઇ હતી. આગામી સમયમાં ઉજવાાતા
 
મહેસાણા: ગણેશ વિસર્જન, મહોરમ સહિતના તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવનાર વિવિધ તહેવારો જેવા કે ગણેશ વિસર્જન, મહોરમ સહિત અન્ય તહેવારોને લઇને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તે માટે બેઠકમાં વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં શાંંતિ અને સામાજિક સમરતા થાય તે માટે વિવિધ સમુદાયના અગ્રણીઓને અપીલ કરાઇ હતી. આગામી સમયમાં ઉજવાાતા જિલ્લામાં વિવિધ તહેવારો ધાર્મિક અને શાંતિપુર્ણ થાય તે માટે ખાસ સમીક્ષા કરાઇ હતી.

મહેસાણા: ગણેશ વિસર્જન, મહોરમ સહિતના તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક

આ ઉપરાંત બેઠકમાં વિવિધ તહેવારોની ઉજવણીમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીક મુક્તનો ખાસ આગ્રહ રાખવાનું પણ સુચન કરાયું હતું. બેઠકમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,આઇ.જી મયંકસિંહ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નીલેશ જાજડીયા સહિત શાંતિ સમિતિની સભ્યઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.