મહેસાણાઃ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી
 
મહેસાણાઃ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં જાહેરનામું સ્થળ ફેરફારની અરજીઓની મંજુરીઓ, નવીન દુકાનની મંજુરીઓ અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં ખરવડા, ખંડોસણ, બાસલાસણ, વડુ, રણાસણ અને શોભાસણ હેબુવાના નવીન દુકાનોની મંજુરી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ, ભરતસિંહ ઠાકોર, અજમેલજી ઠાકોરે વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલ સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું સમય મર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંહ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત જિલ્લાના અધિકારીઓ, સંકલન અધિકારીઓ અને સલાહકાર સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.