મહેસાણાઃ દૂધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો નારાજ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા દૂધ સાગર ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોને વધુ એક ફટકો આપવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને દુષ્કાળના વર્ષમાં વધુ એક ઉપાધીનો સામનો કરવો પડશે. મહેસાણા ડેરીએ સાગરદાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. સાગરદાણના ભાવ રૂપિયા 1100થી વધારી 1150 કરાયો છે. તાજેતરમાં દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં 25 રુપિયાનો વધારો કર્યો હતો. અને હવે
 
મહેસાણાઃ દૂધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો નારાજ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા દૂધ સાગર ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોને વધુ એક ફટકો આપવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને દુષ્કાળના વર્ષમાં વધુ એક ઉપાધીનો સામનો કરવો પડશે. મહેસાણા ડેરીએ સાગરદાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. સાગરદાણના ભાવ રૂપિયા 1100થી વધારી 1150 કરાયો છે. તાજેતરમાં દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં 25 રુપિયાનો વધારો કર્યો હતો. અને હવે જ્યારે 50 રુપિયા સાગરદાણમાં વધારો કરી દેતા પશુપાલકો ચિંતિત બન્યા છે.

સાગરદાણમાં ભાવ વધારો ઝીંકાતા પશુપાલકો પર આફતના વાદળો છવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થતિ ઉત્પન્ન થવા પામી હતી. ખેતીમાં દુષ્કાળને લઈ નિરાશ ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ પેદા થવા પામી છે.

એક તરફ દૂધના ફેટમાં સતત ભાવમાં ઘટાડો અને બીજી તરફ પશુઓને આપવામાં આવતા આહારોમાં થતો ભાવ વધારો પશુના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો મુસીબતમાં મુકાયા છે.