મહેસાણા: વિશ્વ યોગ દિવસે જીલ્લામાં 05.50 લાખથી વધુ શિબીરાર્થીઓ યોગમાં જોડાયા

અટલ સમાચાર,મહેસાણા, બેચરાજી યોગ એ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે. આ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળી છે. સમગ્ર વિશ્વમાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. મહેસાણા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. મહેસાણા જિલ્લામાં ૧૪૮૧ જેટલા સ્થળોએ ૧૫૮૩ માસ્ટર ટ્રેનરો સાથે જિલ્લામાં ૫,૫૦,૦૦૦ લોકો
 
મહેસાણા: વિશ્વ યોગ દિવસે જીલ્લામાં 05.50 લાખથી વધુ શિબીરાર્થીઓ યોગમાં જોડાયા

અટલ સમાચાર,મહેસાણા, બેચરાજી

યોગ એ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે. આ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળી છે. સમગ્ર વિશ્વમાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. મહેસાણા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. મહેસાણા જિલ્લામાં ૧૪૮૧ જેટલા સ્થળોએ ૧૫૮૩ માસ્ટર ટ્રેનરો સાથે જિલ્લામાં ૫,૫૦,૦૦૦ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા

મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાએ ૦૫, તાલુકા કક્ષાએ ૨૨,નગરપાલિકા કક્ષાએ ૧૪,પ્રાથમિક શાળાઓ ૯૯૫,માધ્યમિક શાળાઓ ૩૮૫ તેમજ ૪૦ કોલેજો સાથે ૨૦ સહભાગી સંસ્થાઓ મળી ૧૪૮૧ સ્થળોએ યોગાભ્યાસ કરાયો હતો.આ ઉપરાંત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ઉપર જેવા કે સુર્યમંદિર મોઢેરા,બહુચરાજી મંદિર,તાના-રીરી ગાર્ડન,શર્મિષ્ઠા તળાવ અને તારંગા હિલ સ્ટેશન ખાતે પણ યોગનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારતનો ભવ્ય ભુતકાળ અને ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરવાનું ઉત્તમ કામ વિશ્વ યોગ દિવસથી થયું છે.યોગએ ભારતની પુરાતન સંસ્કૃતિની ઉત્તમ દેન છે. સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસોથી આજે પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. .કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા નિવાસી અધિક કલેકટર પી.બી.રાઠોડ, સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂત,સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,શિબીરાર્થીઓ.તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેચરાજી માતાજી મંદિર પરીસરસમાં યોગ દિવસની ઉજવણી કરાઇ

મહેસાણા: વિશ્વ યોગ દિવસે જીલ્લામાં 05.50 લાખથી વધુ શિબીરાર્થીઓ યોગમાં જોડાયા
ભુરાજી ઠાકોર બેચરાજી

ત્રિપુરા સુંદરી માં બહુચરની ઉપસ્થિતિના પગલે બેચરાજી પવિત્ર યાત્રાધામ જગવિખ્યાત બન્યું છે. હજારો ભાવિ ભક્તોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર બહુચરાજી મંદિર પરીસરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ બેચરાજી જગવિખ્યાત છે જેમાં યોગ દિવસની ઉજવણી મંદિર પરીસરમાં કરવામાં આવી હતી.

તાના-રીરી સમાધિ સ્થળ અને શર્મિષ્ઠા તળાવ ખાતે યોગ શિબીર યોજાઇ

મહેસાણા: વિશ્વ યોગ દિવસે જીલ્લામાં 05.50 લાખથી વધુ શિબીરાર્થીઓ યોગમાં જોડાયા

ઐતિહાસિક નગરી વડનગરમાં શર્મિષ્ઠા તળાવ તેમજ તાના-રીરી ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,.આ બન્ને ઐતિહાસિક સ્થળો કલા અને સાહિત્ય સાથે જોડાયેલા છે. ઐતિહાસિક વિરાસતને યોગ વિરાસત સાથે જોડી આજે આ બન્ને સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તારંગા હિલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ

મહેસાણા: વિશ્વ યોગ દિવસે જીલ્લામાં 05.50 લાખથી વધુ શિબીરાર્થીઓ યોગમાં જોડાયા

જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શનથી તારંગા ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. તારંગા હિલસ્ટેશન અને જૈનો માટે આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે-સાથે રમણીય પર્યટન સ્થળ છે. જેના કારણે તારંગા હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેદ્ર બન્યું છે. જેથી લોકો દૂર-દૂરથી આવતા હોય છે. અહીંનું વાતાવરણ કુદરતી હોવાથી કુદરતના ખોળામાં આવી ગયાં હોય તેવો પ્રવાસીઓ અનુભવ કરી રહ્યા છે. તારંગાહિલ ખાતે યોગ અભ્યાસનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

મોઢેરાના સુર્યમંદિરમાં સુર્યનમસ્કાર-  યોગ શિબીરાર્થીઓ દ્વારા સુર્યમંદિરમાં યોગ નિર્દશન કરાયું 

મહેસાણા: વિશ્વ યોગ દિવસે જીલ્લામાં 05.50 લાખથી વધુ શિબીરાર્થીઓ યોગમાં જોડાયા
ભુરાજી ઠાકોર

મહેસાણા જિલ્લાનુ ઐતિહાસિક મોઢેરા સુર્યમંદિર અને આપણી પૌરાણિક યોગ વિરાસતનો અનોખો સંગમ સર્જાયો હતો. મોઢેરા સુર્યમંદિરના પ્ર્ત્યેક પત્થરો યોગના રંગે રંગાઇ ગયું હતું. યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના સીધા માર્ગદર્શ હેઠળ બાળકો અને યોગ ગુરૂઓએ અદભૂત યોગાસનો કરી જનતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સુપ્રસિધ્ધ સુર્યમંદિરના સાનિધ્યમાં સુર્યની આરાધના કરતા સુર્યનમસ્કાર અને યોગ નિદર્શનના કાર્યક્રમે લોકોને રોમાંચિત કર્યા હતા.