મહેસાણાઃ બે સંતાનની માતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
અટલ સમાચાર, મહેસાણા
બેરોજગારીથી કંટાળી મહેસાણાં આવેલ બે છોકરાઓની માતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના સંતાનો ભૂખે રહે તે તેમને જોયું જતુ ના હોવાથી માતાએ ઝેરી દવામાં પાણી રેડી મોતને ભેટવા જતા હતા પરંતુ સદ નસીદે તેમનો બચાવ થયો હતો. પતિ મજૂરી કરીને કમાઇને રૂ.100 લાવતો હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ પડતું હતુ. પત્નીએ ઘઉમાં નાખવાનો પાવડર પાણીમાં ભેળવીને પી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાઇ હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણાનાં રેખાબેન કેશરજી ઠાકોર બે સંતાનો અને બે ટાઇમનું જમવાની અવ્યવસ્થાને કારણે ભાગી પડ્યા હતા. પતિ પ્રતિદિન મજૂરી કરીને રૂ.100 લાવતો હતો પરંતુ જ્યારે મજુરી ના મળે ત્યારે ભુખ્યા જ ઉઘવાનો વારો આવતો હોઇ મહિલાએ આપઘાતના નિર્ણય સાથે શુક્રવારે સવારે 9.30 વાગ્યે ઘરની બહાર આંગણામાં ઉભા રહીને ઘઉમાં નાખવાનો પાવડર પાણીમાં ભેળવીને ગટગટાવી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સિવિલમાં લવાઇ હતી.