આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પંચાયતમાં ફ્રી વાઇફાઇ કરાવવા સાંસદ જયશ્રીબેન પટેલે BSNLને પત્ર લખ્યો હતો. જેથી બી.એસ.એન.એલ.ની મહેસાણા કચેરી દ્વારા મહેસાણા જિલ્લા પંચાયતને સમગ્ર મામલે આગામી કાર્યવાહી માટે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે અરજી જિલ્લા આયોજન કચેરીને કરવા અંગે જિલ્લા પંચાયત દ્વારા સવાલો ઉભા થયા છે.

મહેસાણાના ભાજપી સાંસદ જયશ્રીબેન પટેલે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતે પોતાને ક્વાર્ટર આપ્યાનું વળતર આપતા હોય તેમ ફ્રી વાઇફાઇ માટે આગળ આવ્યા છે. સંસદસભ્યની ગ્રાન્ટમાંથી મહેસાણા જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં ફ્રી વાઇફાઇ ઝોન ઉભો કરાવવા BSNLને પત્ર લખ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાનો હોવાથી અરજીની ભલામણ આયોજન કચેરીમાં થવાની પ્રક્રિયા સામે જિલ્લા પંચાયતને આવતા રાજકીય ગુગલી માર્યાનો ઘાટ ઘડાયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code