આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (ભીખાભાઇ પરમાર)

મહેસાણામાં ડો. આંબેડકર ભવન ખાતે કવિ અનંત રણુંજ્યાન્વીનો કાવ્યસંગ્રહ મારો કાવ્યોદય પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ડો. પી.એ. પરમાર, રિટા. મહિતી અધિકારી અને સાહિત્યકારના હસ્તે યોજાઇ ગયો. જેમાં મંચસ્થ મહેમાનોએ નવોદિત કવિ જતિન પરમાર ઉર્ફ અનંત રણુંજ્યાન્વી ની સર્જન શક્તિની સરાહના કરી શુભેચ્છા પાઠવી અને વધુને વધુ આગર વધે અને નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.

ભીખાભાઇ મકવાણા (નંદાસણ) દ્રારા કવિ અનંત રણુંજ્યાન્વીને વિરમાયા છબી તથા પ્રશસ્તીપત્ર આપવામાં આવ્યું હતું. મારો કાવ્યોદય કાવ્યસંગ્રહના રચિયતા કવિ અનંત રણુંજ્યાન્વી અને કવિ ભીખુ સ્નેહસુધા(સાહિત્યકાર, પત્રકાર) પરિવાર દ્રારા મહેસાણાના ડો. બાબસાહેબ આંબેડકર ભવન ખાતેના કાર્યક્રમમાં સૌ સાહિત્યકારો, મહેમાનો ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવા આયોજન કરાયું હતું. 29 ડિસેમ્બરના રોજ યોજાયેલ મારો કાવ્યોદય પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નાયબ નિયામક અનુસુચિત જાતિ અને પછાત કલ્યાણ મહેસાણા, ડો.પી.એ.પરમાર (સાહિત્યકાર) તથા અ.ભા.બૌધ્ધ સંઘ ઉપાધ્યક્ષ પ્રહલાદભાઇ ચૌહાણ તથા શ્રીજી સો.ડે. રીસર્ચસેન્ટર પ્રમુખ વિરમભાઇ બામણીયા સહીત મહેમાનોના સાનિધ્યવચ્ચે મારો કાવ્યોદય પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પુસ્તક વિમોચન પ્રસંગે કવિ અનંત રણુંજ્યાન્વીના કવિ મિત્રો કવિજાન, હિતેન્દ્ર હિતકર હર્ષદ મકવાણા અને વક્તાઓએ વકતવ્યમાં પુસ્તકની સરાહની કરી હતી. તેમજ કાર્યક્રમના એન્કર તરીકે મલેકપુરના નરેશ જાદવ કવિજાનને એન્કરીંગ કર્યું હતું. આ પ્રસંગે પ્રત્રકાર જયંતિલાલ માડલીક અને ચંદ્રકાન્ત ચૌહાણ હાજર રહ્યા હતા.

2 COMMENTS

  1. ભીખા ભાઈ પરમાર ને ખૂબ ખૂબ અભિનંદન અને અટલ સમાચાર. કોમ ને પણ આભાર માનું છું કે જેમણે સહિતય સમાચાર ને સ્થાન આપ્યું છે, હાર્દિક શુભેચ્છા

  2. ખૂબ અભિનંદન, ભીખા ભાઈ ને તેમના પુસ્તક ના વિમોચન પ્રસંગે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code