અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના એક ગામમાં નરાધમે માત્ર 6 વર્ષની બાળકીને લાલચ આપી શારિરીક અડપલાં કર્યા હતા. જે અંગે બાળકીના પરિવારજનોને જાણ થતા તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહેસાણા તાલુકાના એક ગામના એક નરાધમે 6 વર્ષની નાની બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હતા. જેણે આ બાળકીને ચોકલેટ તથા 20 રૂપિયા આપી જાર કર્મ કરવાના ઈરાદે લલચાવી-ફોસલાવી અંધારામાં લઈ ગયો હતો. જ્યાં પોતાની પોત પ્રકાશ્યું હતું અને શારિરીક અડપલાં કરવા લાગ્યો હતો. આ બાબતની બાળકીના પરિવારજનોને જાણ થઈ જતાં તેઓએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
જે અંગેનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.