આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ખાતે જનનિધિ નેશનલ યુવા કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ગત ૨૮ જુલાઇના રોજ આંબેડકર હોલ ખાતે સભાસદોનું ત્રીજું સ્નેહ મિલન યોજાયું હતુ. જેમાં અધ્યક્ષ તરીકે મહેસાણાના સંસદસભ્ય શારદાબેન પટેલ, મુખ્ય વક્તા તરીકે નેશનલ યુવા કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન રાજેશ પાંડે તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત આયુર્વેદ વ્યાસપીઠના અધ્યક્ષ ડૉ. હિતેશભાઈ જાની અને વિશેષ ઉપસ્થિતિ તરીકે NYCSના ડાયરેકટર હિરેનભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા.

સભાસદોના જે બાળકો સારા ગુણ સાથે ઉતીર્ણ થયા હતા તેવા ૧ થી ૧૨ ધોરણ ના ૧૦૮ જેટલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ABVP દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવતાં સંવેદન પ્રકલ જેનાથી પાણી, વૃક્ષ અને વિધુત ઊર્જા બચાવી ને જરૂરિયાત મંદ બાળકોને ભણવામાં મદદરૂપ થાય છે. આ સારા પ્રકલ્પ અંતર્ગત તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ. ત્રિવેદી આસ્થા રજીવકુમાર (કરાટે માં જિલ્લા લેવલે ચેમ્પિયન) , મોઢ રેનીશ નીતીશકુમાર (પર્સનાલિટી ડેવલોપમેન્ટ કોમ્પિટેશન માં નેશનલ લેવલે પ્રથમ અને પાંડે લલિત ઈશ્વરી દત્ત (નેટબોલ માં નેશનલ લેવલે ચેમ્પિયન) ભણવાની સાથે બીજા ક્ષેત્રમાં પણ સિદ્ધિ હાસલ કરી તેવા બાળકો નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code