આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

કોવિડ-19 વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી મહેસાણા જિલ્લામાં 37 શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જે તમામ 34 નમુના નેગેટીવ આવ્યા છે.મહેસાણા જિલ્લામાં લેવાયેલ નમુના પૈકી 19 નમુના સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ, 15 જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને 03 નુતન હોસ્પિટલ વિસનગર ખાતે લેવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં લેવાયેલ તમામ નમુના પૈકી એક પણ નમુનાનું પરીણામ પોઝેટીવ આવેલ નથી. જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા લેવાયેલ ત્રણ નમુનાના રીપોર્ટનું પરીણામ હજુ બાકી છે.

મહેસાણા જિલ્લામાં બે કેસ પોઝેટીવ જાહેર થયેલા છે જેમાં એકનું સેમ્પલ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લેવામાં આવેલ હતુ. જે દર્દી હાલ ગાંધીનગર હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ પોઝેટીવ કેસના 03 હાઇરીસ્ક કોન્ટેકેટના નમુના 06 એપ્રિલ 2020ના રોજ લેવાયેલ હતા જે તમામના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. કડી ખાતે પોઝેટીવ કેસનું સેમ્પલ 04 એપ્રિલ 2020ના રોજ એસ.વી.પી હોસ્પિટલ અમદાવાદ દ્વારા લેવામાં આવેલ હતુ. આ વ્યક્તિ 19માર્ચ 2020થી રોજ કડી ખાતે તેમના નિવાસ સ્થાને પરત આવેલ નથી. આ કેસનું એપી સેન્ટર મલેકા મસ્જિદ કાલુપુર અમદાવાદ ખાતે છે.

કડી તાલુકામાં રોગચાળા અટકાયતી પગલાંના ભાગ રૂપે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન માટેનું જાહેરનામું તારીખ 06 એપ્રિલ 2020ના રોજ ઇન્સીડન્ટ કમાડન્ટ વ મામલતદાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. મહેસાણા જિલ્લામાં દેશ બહારથી 1,021 મુસાફરો આવેલા છે. જેમાંથી 1,013 મુસાફરોનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પીરીયડ પુરો થઇ ગયેલ છે અને માત્ર 08 મુસાફરો ઓબ્ઝર્વેશન હેઠળ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code