આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ક એટલે કમળ નહિ પરંતુ કોરોનાથી સાવચેત રહો…જાણીને નવાઇ લાગી. આજે કોરોનાએ સમ્રગ વિશ્વમાં ભરડો લીધો છે. કોરોનાથી બચવા માટે તંત્ર દ્વારા નિયંત્રણ અટકાયતી પગલા લેવાઇ રહ્યા છે. મહેસાણા જિલ્લાએ કોરોના નિયંત્રણ અટાકયતી પગલાં માટે આગેવાની લીધી છે. મહેસાણા જિલ્લામાં લોકોમાં કોરોના બાબતે જાગૃત થાય અને કોરોના એટલે કે કોવિડ-૧૯ વાયરસની અવગત થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણાથી કોરોનાની કક્કાવારી દ્વારા કોરોનામાં સાવધાની હેઠળ નવતર પ્રયોગ કર્યો છે

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ક થી માંડીને ક્ષ સુધી કોરોનાની માહિતી અને બચાવ અંગેના ઉપાયોગની વિગતે સમજ આપી છે.લોકોમાં કોરોનાના માનસિક ડર પ્રવેશી ચુક્યો છે. આ સમયે લોકોમાં ગમ્મત સાથે કોરોના અંગે જાગૃત કરવાની અનોખી પહેલને જિલ્લાના લોકોએ આવકારી છે. કોરોનાની આ ક્કકવારીમાં ક એટલે કોરોનાથી સાવચેત રહો, ખ એટલો ખોરાક હલકો લેવા અને ખુલ્લામાં ખાંસી ન ખાવો, બ એટલે બહાર જવાનું ટાળો, લ એટલે લક્ષણો દેખાય તુરંત ડોક્ટરનો સંપર્ક કરો સહિત ક થી ક્ષ સુધી વિવિધ કોરોના અંગેની સમજ,જાગૃતિ અને બચાવ અંગેના ઉપાયો દર્શાવવામાં આવેલ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાની આ કક્કાવારીમાં આયુષ અંગે માર્ગદર્શન, કોરોનાના લક્ષણો, કોરોનાથી બચવાના ઉપાયો, રોજની દિન ચર્યા, વારંવાર હાથ ધોવા સહિતની માહિતી આપવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણાથી બનાવેલ આ કક્કાવાર નાના બાળકોથી માંડીને વયોવૃધ્ધ તમામ લોકોમાં પ્રિય બની છે. કોરોનાની આ ક્કકાવારીથી અપાતી કોરોના વિશેની અનોખી સમજને લોકો કુતુહુલથી સમજી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code