આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક 138 મીટરની સપાટી વટાવતાં રાજ્ય સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરાઇ હતી. મહેસાણા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં જનભાગીદારી થકી મહોત્સવની ઉજવણી કરાઇ હતી. મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો મહોત્સવ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રૂ.2969.55 કરોડના ખર્ચે નર્મદા નહેર આધારીત ઉદવહન સિંચાઇ યોજના અને ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાના જળાશયો તથા તળાવો ભરવા માટે કાર્યરત કરાયા છે. મહેસાણા જિલ્લામાં વિવિધ પાઇપલાઇન યોજના તળે ધરોઇ ડેમ,સુજલામ સુફલામ કેનાલ સહિત જિલ્લાના 185 તળાવો નર્મદા નીરથી ભરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં વિવિધ 12 પાઇપ લાઇન યોજના તળે 772૦૦ હેકટર જમીનને સિંચાઇનો લાભ મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં વિવિધ પાઇપ લાઇન યોજના તળે 307 ગામોના 543 તળાવો નર્મદાના નીરથી ભરાયેલ છે. આ ઉપરાંત સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલમાં પાણી આવવાથી કુવાઓમાં પાણીના તળ ઉંચા આવ્યા છે અને વીજ વપરાશ ઘટ્યો છે. નર્મદા કેનાલ થકી મહેસાણા જિલ્લાના 350 ગામો અને 3 શહેરોને પાણી પુરૂ પાડવા 120 MLD પાણી નર્મદા કેનાલમાંથી લેવામાં આવે છે. પાઇપલાઇન યોજના થકી સિંચાઇ થાય છે જેનાથી ખેડુતોની આર્થિક સધ્ધરતામાં વધારો થયેલ છે.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. મહોત્સવમાં મેઘલાડું પ્રસાદી સ્વરૂપે વિતરણ કરાયું હતું. લોક માતા નર્મદા નીરના વધામણાં શ્રીફળ, ચુંદડી અર્પણ કરીને કરાયા હતા. આ ઉપરાંત ગ્રામજનો, મહાનુંભાવો અને સાધુ સંતો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. મહોત્સવના અંતે વૃક્ષારોપણ કરાયું હતું. મહોત્સવમાં ઉપસ્થિત સાધુ સંતોનું સન્માન કરાયું હતું.

નર્મદે મહોત્સવ નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, રાજકીય આગેવાનો, ગ્રામજનો, પ્રબુધ્ધ નાગરિકો, સાધુ સંતો, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

30 Sep 2020, 11:12 AM (GMT)

COVID-19 Global Stats

34,135,561 Total Cases
1,018,048 Death Cases
25,399,603 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code