આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી મહેસાણા જિલ્લામાં ૨૫૫ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે. જેમાં ૨૪૨ નમુના નેગેટીવ અને ૦૩ કેસ પોઝીટીવ આવેલ હતા. જ્યારે ૧૦ કેસનું પરીણામ હાલમાં પેન્ડીંગ છે. મહેસાણા જિલ્લામાં લેવાયેલ નમુના પૈકી ૧૮ નમુના જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા, ૧૨૪ નમુના સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ, ૧૦૯ જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને ૦૪ નુતન હોસ્પિટલ વિસનગર ખાતે લેવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસણા જિલ્લામાં આજ દિન સુધી આ ચારેય હોસ્પિટલો દ્વારા લેવાયેલ નમુના પૈકી જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા લેવાયેલ ૧૮ નમુનામાંથી ૧૮ નમુના નેગેટીવ, સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા લેવાયેલ ૧૨૪ નમુનામાંથી ૧૧૯ નેગેટીવ, ૦૧ પોઝીટીવ અને ૦૪ નું પરીણામ બાકી છે. જ્યારે જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર દ્વારા લેવાયેલ ૧૦૯ નમુના પૈકી ૦૨ પોઝીટીવ,૧૦૧ નેગેટીવ આવેલ છે. અને ૦૬ નું પરીણામ પેન્ડીંગ છે.

આ ઉપરાંત નુતન જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે લેવાયેલ ૦૪ નમુના પૈકી ૦૪ નુ પરીણામ નેગેટીવ આવેલ છે.એટલે મહેસાણા જિલ્લામાં સાત પોઝીટીવ કેસ પૈકી ૦૧ કેસનું ગાંધીનગર, ૦૩ કેસોનું અમદાવાદ અને ૦૩ કેસોનું મહેસાણા ખાતે સેમ્પલ લેવામાં આવેલ હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code