ખળભળાટ@મહેસાણાઃ શહેર કરતાં ગામડામાં ચેપનું સંક્રમણ વધ્યું, આજે 481 કોરોના કેસનો વિસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં સ્વૈછિક બંઘ હોવા છતાં દિનપ્રતિદિન કોરોના બેફામ બનતો જાય છે. આજે ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં મોટો વધારો સામે આવ્યો છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કોરોના ફેલાયો છે. આજરોજ 481 નવા કોરોના દર્દીઓ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ તરફ આજે મહેસાણા જીલ્લામાં નવા
 
ખળભળાટ@મહેસાણાઃ શહેર કરતાં ગામડામાં ચેપનું સંક્રમણ વધ્યું, આજે 481 કોરોના કેસનો વિસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સ્વૈછિક બંઘ હોવા છતાં દિનપ્રતિદિન કોરોના બેફામ બનતો જાય છે. આજે ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં મોટો વધારો સામે આવ્યો છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કોરોના ફેલાયો છે. આજરોજ 481 નવા કોરોના દર્દીઓ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ તરફ આજે મહેસાણા જીલ્લામાં નવા 147 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ 219 કેસ મહેસાણાના શહેરી વિસ્તારોમાં નોંધાયા હોઇ સ્થિતિ ચિંતાજનક બની છે. આ સાથે મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 262 કેસો નોંધાયા છે. મહેસાણા જીલ્લામાં હાલની સ્થિતિ 4925 કેસ એક્ટિવ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં ફરી એકવાર કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. આજે મહેસાણા શહેરમાં અને તાલુકામાં મળી 193 , બેચરાજીમાં 20 , જોટાણામાં 5 , કડી શહેર અને તાલુકામાં 79 , સતલાસણામાં 27 , ઊંઝા શહેર અને તાલુકામાં 33 , વડનગર શહેર અને તાલુકામાં 16 , વિજાપુર શહેર અને તાલુકામાં 24 અને વિસનગર શહેર અને તાલુકામાં 84 કેસ મળી જીલ્લામાં નવા 481 કેસો નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.