આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી સિટી બસ શરૂ કરવાની વાતો મુદ્દે આંતરીક ગજગ્રાહ ચરમસીમાએ છે. કોંગ્રેસ શાસિત પાલિકાના કોંગી નગરસેવકો નહીં માનતા શહેર કોંગ્રેસ પ્રમુખે ઉપવાસ ઉપર જવાની ચીમકી આપતા લોકસભા પૂર્વે જ રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે.

મહેસાણા શહેરવાસીઓ સિટી બસ શરૂ થવાની રાહ જોઈ બેઠા છતાં રાજકીય અહમ ઓછો થતો નથી. મહેસાણા પાલિકામાં કોંગ્રેસની સત્તા વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ પૂર્ણ થતી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ કારણોસર ચૂંટાયેલા નગરસેવકો અને પાર્ટી આગેવાનો વચ્ચે તિરાડ વધી રહી છે. આવી સ્થિતિમાં અનેક કામોને સમય મુજબ મંજૂરી મળતી નથી.

આ દરમિયાન લોકસભા ચૂંટણી અગાઉ શહેરમાં સિટી બસ શરૂ કરવાની ગણતરીએ શહેર કોંગ્રેસ પ્રમુખે  ગાંધીજીનું શસ્ત્ર ઉગામ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી નગરસેવકોને સૂચના આપવા જણાવી આવ્યા છે. જો પરિણામ નહીં મળે તો ટૂંક સમયમાં ઉપવાસ શરૂ કરવાની તૈયારી રાખી છે. આવા સંજોગોમાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો આંતરિક ઝઘડો લોકો સમક્ષ વધુ ખુલ્લો પડે તો નવાઈ નહીં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code