અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેરનો વિકાસ ભારે હાલાકી વચ્ચે પણ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. જોકે કેટલીક બાબતોમાં પૈસાના જોરે પાલિકા પાણીમાં બેસી રહી છે. કોમર્શિયલ બિલ્ડીંગમાં પાર્કિંગ જગ્યા ખુલ્લી રખાવવા પાલિકા નિષ્ફળ જઈ રહી છે. સૌથી ભરચક માલ ગોડાઉન રોડના કોમ્પલેક્ષમાં પાર્કિંગ ન હોવાથી રહીશોની અને વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
મહેસાણા શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ રોડ, માલ ગોડાઉન રોડ અને તોરણવાળી ચોક સહિતના સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા નહિવત્ છે. વેપારીઓથી ધમધમતા માલ ગોડાઉન રોડ ઉપરના ઉન્નતિ કોમ્પલેક્ષમાં પાર્કિંગ ન હોવાથી આગળની બાંધકામ પરવાનગી રોકવા કરેલી રજૂઆતો છતાં પાલિકાનું પાણી ઉકળતું નથી.
સમગ્ર મામલે દિલીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉન્નતિ સહિતના કોમ્પલેક્ષમાં પાર્કિંગ એરિયા ખુલ્લો રાખવાની જોગવાઈની અમલવારી કરાવવામાં મહેસાણા નગરપાલિકા પૈસા અથવા પાવરના દબાણમાં હોઇ શકે છે.
આ તરફ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, તબક્કાવાર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
મને હજી મારો જવાબ મળ્યો નથી. મહેસાણા મામલતદાર કચેરીએ ૫૦૦૦ રૂપિયા ના બોન્ડ ખોઈ નાખ્યા છે.. મારા બોન્ડ પાછાં મેળવવા માટે મેં તા. ૨૪-૧-૨૦૧૭ ની અરજી કરેલ છે.મને વારંવાર ધક્કા ખવડાવે છે. માટે મને મારા બોન્ડ પાછાં મળે તેવી આપ શ્રી ને મારી નમ્ર વિનંતી.
ચંદન પ્રજાપતિ .૯૯૦૯૨૬૦૨૨૨
Call on 7600783277