મહેસાણા, પાટણવાસીઓ પાણીના વપરાશ પર ધ્યાન આપે, નહી મળે પાણી

અટલ સમાચાર, મહેસાણા, પાટણ ઉત્તર ગુજરાતીની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમની પાઇપલાઇન રિપેરીંગ કરવાના કારણે પાટણ અને મહેસાણાના 230થી વધુ ગામડાઓને ધરોઇનું પાણી નહીં મળે. ઊંઝા તાલુકાના કહોડા તરફ જતી પાઇપ લાઇનનું લીકેજ થતાં રિપેરીંગ કામ ચાલુ છે. જેને લઈ 2 દિવસ સુધી પીવાના પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે. જેથી વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા અને સિદ્ધપુર
 
મહેસાણા, પાટણવાસીઓ પાણીના વપરાશ પર ધ્યાન આપે, નહી મળે પાણી

અટલ સમાચાર, મહેસાણા, પાટણ

ઉત્તર ગુજરાતીની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમની પાઇપલાઇન રિપેરીંગ કરવાના કારણે પાટણ અને મહેસાણાના 230થી વધુ ગામડાઓને ધરોઇનું પાણી નહીં મળે. ઊંઝા તાલુકાના કહોડા તરફ જતી પાઇપ લાઇનનું લીકેજ થતાં રિપેરીંગ કામ ચાલુ છે. જેને લઈ 2 દિવસ સુધી પીવાના પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે. જેથી વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા અને સિદ્ધપુર ઉપરાંત સતલાસણા ગ્રામ પંચાયત સહિત 230થી વધુ ગામડામાં પીવાનું પાણી બંધ રહેશે.

ધરોઇમાંથી મળી રહેલ પાણી પાટણ જિલ્લામાં કેટલાક ગામડામાં ઉપલબ્ધ નહીં થાય. ઉનાળા દરમિયાન પાણી બંધ રહેતાં ધરોઇ યોજના દ્વારા રહીશોને આગોતરી જાણ કરવામાં આવી છે. જેના કારણે નાગરિકો અને પશુઓ માટે પાણીનો જરૂરી સ્ટોક કરવામાં આવે.

ધરોઇ ડેમની પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતું હોવાથી રિપેરીંગ કામ હાથ ધરવામાં આવનાર હોવાથી 29 અને 30 માર્ચના રોજ બે દિવસ વિસનગર ગ્રેવિટી અને કહોડા ગ્રેવિટી લાઇનોમાં પાણીનો સપ્લાય બંધ રહેશે. આ પાણીનો ઉપયોગ કરનાર પાલિકાઓ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના રહીશોને આ માહિતી આપવા જણાવાયું છે. જ્યારે અન્ય લાઇનોમાં પાણીનો પુરવઠો આપવાની કામગીરી ચાલુ રહેશે. ધરોઇ ડેમ તેમજ આ યોજનાના સ્ટાફને આ બે લાઇનોના પાણીના વપરાશકર્તાઓને માહિતગાર કરાયા છે.