આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (જીગરસિંહ ઝાલા, મેહુલસિંહ વાઘેલા)

મહેસાણા જીલ્લામાં આવેલા યાત્રાધામ પાલોદરમાં લોક મેળાની તડામાર તૈયારીયો ચાલી રહી છે. આગામી 31 માર્ચ અને 1 એપ્રિલના દિવસે શ્રી ચોસઠ જોગણીયો માતાજીનો ભવ્ય લોક મેળો યોજાશે.

મહેસાણાથી 5 કિ.મીના અંતરે આવેલા પાલોદરમાં શ્રી ચોસઠ જોગણીયો માતાજીનું મંદિર આવેલુ છે. અહી વર્ષોથી ખેડૂત જીવનને લગતો વરતારો અને મહાકાળી માતાજીની સગળીયો લોક મેળામાં (જાતર)માં નીકળે છ. માતાજીના સગળીયોના દર્શન માટે સમગ્ર ગુજરાત અને દેશમાથી માઈ ભક્તો ઉમટી પડે છે.

આગામી 25મી માર્ચ અને સોમવારે ચોસઠ જોગણીયો માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિતે પાલોદરમાં વરઘોડો કાઢી માતાજીની આંગી ચઢાવાશે. ત્યાર બાદ 31-03-2019 અને રવિવારના દિવસે માતાજીના મેળાના બે દિવસીય મેળાનો પ્રારંભ થશે જેમાં પ્રથમ દિસે ખેડૂત જીવનને લગતા શુકન જોવાશે અને જેના ઉપરથી વર્ષનો વરતારો નીકળશે. પનીહારીઓ દ્વારા ગામના ચોકમાં મુકેલ ગોળીઓ ગામના કુવામાંથી પાણી ભરી લાવી ઠલવાતુ હોય છે ચોમાસાના વિવિધ મહિનાઓ મુજબ ગોળીઓના નામ આપવામાં આવેલા હોય છે ગોળીઓના જમણ અને છલકાવા પરથી કયા મહિનામાં કેટલો વરસાદ નીકળશે તે વરતારો નીકળતો હોય છે. તે ઉપરાંત વિવિધ ફુલો અને જે તે વ્યક્તિ
પર હાર આવે તેના જીવન ચરિત્ર પરથી કયો પાક સારો થશે અને વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે તેનો વરતારો કઢાય છે.

જ્યારે બિજા દિવસે એટલે કે 01-04-2019 અને સોમવારના દિવસે મહાકાળી માતાજીની સળગતી સગડીયો નીકળશે. સગડીઓની જ્યોત અને તે સમયના માહોલ પરથી રાજકીય અને જનજીવન પર આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો નીકળતો હોય છે. જોગણીયો માતાજીના 31મી માર્ચ સોમવાર અને 01 એપ્રીલના બે દિવસીય લોકમેળાને માણવા માટે મોટીસંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. ત્યારે ચકડોળો અને વિવિધ રાઇડ્સો પણ મેળામાં આવતી હોય છે. તથા બન્ને દિવસ રાત્રે લોક ભવાઈ યોજાશે.

01 Oct 2020, 4:59 AM (GMT)

COVID-19 Global Stats

34,321,018 Total Cases
1,021,116 Death Cases
25,539,348 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code