આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસના માણસો ખેરાલુ ટાઉનમાં શીતકેન્દ્ર નજીક વાહન ચેકીંગમાં હતા. આ દરમ્યાન એક વાહન નંબર વગરની અલ્ટોગાડી લઈ આવતા તેમાં બે માણસો બેઠેલ હોઈ તેઓની પુછપરછ કરતાં આ બને જણાઓએ પોતાના નામ (1) ગૌસ્વામી જીતેન્દ્ર પુરી રહે. દિયોદર,મુળરહે. રખીયાણા તા. માંડલ જિલ્લો અમદાવાદ (2) ગૌસ્વામી ભાવેશપુરી મહેશપુરી કેશરપુરી રહે. હાજીપુર તા. જિ. પાટણ હોવાનું જણાવેલ હતુ. બંનેની પુછપરછ કરતા આ વાહન બંને જણાએ ભેગા મળી તા.16/1/2019 ના રોજ અનાવાડા તા.જિ.પાટણ ગામેથી ગૌસ્વામી અસ્વીનગીરીના ઘરેથી ચોરી કરેલાની કબુલાત કરી હતી. વાહનની કિંમત રૂપિયા 1,25,000/00 તથા બે મોબાઈલ કિંમત રૂપિયા 1000/00 નામળી કુલ રૂપિયા 1,26,000/00 નો મુદ્દામાલ પોલીસ ઘ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code