મહેસાણાઃ પોલીસ કર્મીઓને રોગપ્રતિકારક શક્તિ દૂધ અપાયું

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર વિશ્વ જ્યારે આજે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે ત્યાં દેશ અને વિદેશમાં સરકારો દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ અનેક પગલા લેવાઈ રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પણ ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી કેન્દ્રસ્થાને રહી છે ત્યાં લોકડાઉન વધુ ૧૭ મી મે ૨૦૨૦ સુધી લંબાવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી
 
મહેસાણાઃ પોલીસ કર્મીઓને રોગપ્રતિકારક શક્તિ દૂધ અપાયું

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર વિશ્વ જ્યારે આજે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે ત્યાં દેશ અને વિદેશમાં સરકારો દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ અનેક પગલા લેવાઈ રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પણ ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી કેન્દ્રસ્થાને રહી છે ત્યાં લોકડાઉન વધુ ૧૭ મી મે ૨૦૨૦ સુધી લંબાવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. પ્રજાજનો દ્વારા સરકારના આ પગલાને હર્ષોલ્લાસથી વધાવવામાં આવ્યું છે અને ભારતીય પ્રબુદ્ધ જનતા સરકારના સૂચનોનું મહદઅંશે પાલન કરતી નજરે પડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત સરકાર દ્વારા અપાતા નિર્દેશોનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પ્રસાશનતંત્ર કટિબદ્ધ બન્યું છે. લોકડાઉન સિવાય પણ લોકોમાં કોરોના વાઇરસને લઈને મનમાં રહેલો ડર-ખોફ-શંકા-સંશય દુર થાય અને નગરજનો સલામત રહે તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આયુષ વિભાગની માર્ગદર્શિકા લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવી તેનું અનુસરણ કરવાની પ્રાથમિકતા આપવાનું મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા લોકોને સુચન કરવામાં આવે છે.

લોકોની સેવામાં હાજર એવી મહેસાણા જિલ્લા પોલીસના સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લા પોલીસ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા તમામ પોલીસગણને ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા સૂચિત રોગપ્રતિકારક શક્તિ વર્ધક હલ્દી દૂધનું વિતરણ કરવામાં આવ્યું. સદૈવ પ્રજાજનોની રક્ષા માટે ખડેપગે કામ કરી રહેલ પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી તેઓને પણ આ કોરોના મુક્ત રાખી શકાય જેથી કરી તેઓ આપણા સમાજ અને દેશને કોરોના મુક્ત રાખી શકે એ ઉદ્દેશ્યથી આ ભગીરથ કાર્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જનતા જનાર્દનને પણ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હલ્દી દૂધનું સેવન કરવા તાકીદ કરવામાં આવી હતી.