મહેસાણા: વેલેન્ટાઈનની તૈયારી વચ્ચે ગુલાબના ફુલોમાં ભાવવધારો
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં વેલેન્ટાઈન દિવસની ઉજવણીની યુવાઓ અને વેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઇ ગુલાબનું ફુલ 10થી 15માં વેચાતું હતું તેના 50 રૂપિયા થઇ ગયા છે. પ્રેમીઓના આ દિવસે ફુલોની માંગ દર વર્ષે વધતી હોય છે. તો દર વર્ષે ફુલોના ભાવમાં પણ નોંધપાત્ર જોવા મળે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
Feb 13, 2020, 12:00 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લામાં વેલેન્ટાઈન દિવસની ઉજવણીની યુવાઓ અને વેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઇ ગુલાબનું ફુલ 10થી 15માં વેચાતું હતું તેના 50 રૂપિયા થઇ ગયા છે. પ્રેમીઓના આ દિવસે ફુલોની માંગ દર વર્ષે વધતી હોય છે. તો દર વર્ષે ફુલોના ભાવમાં પણ નોંધપાત્ર જોવા મળે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લામાં વેલેન્ટાઇન દિવસની ઉજણવીને લઇ ગુલાબના ફુલમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, વેલેન્ટાઈન ડે ને લઈ અત્યારે ફૂલ બજારમા ડચ, જલપરી, ઓરચીડ જેવા ફૂલો આવ્યા છે. પરંતુ વેલેન્ટાઈન ડે પર ગુલાબની માંગ ખુબજ વધારે હોવાના લીધે જે ડચ ગુલાબ માત્ર 10થી 15 રૂપિયામાં વેચાતું હતું તે ડચ ગુલાબ વેલેન્ટાઈન ડે પર 50 રૂપિયા સુધી વેચાય છે.