મહેસાણાઃ તહેવારોને લઇ જિલ્લામાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાયો

અટલ સમાચાર, મહેસાણા કોવિડ-૧૯ વાઇરસને ફેલાતો અટકાવવા સારૂ તથા આગામી સમયમાં દિવાળીનો તહેવારોને પગલે જાહેર સ્થળે જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આદેશ કરેલ છે. મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરમાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ફરમાવ્યો છે. મહેસાણા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અધિક
 
મહેસાણાઃ તહેવારોને લઇ જિલ્લામાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાયો

અટલ સમાચાર, મહેસાણા

કોવિડ-૧૯ વાઇરસને ફેલાતો અટકાવવા સારૂ તથા આગામી સમયમાં દિવાળીનો તહેવારોને પગલે જાહેર સ્થળે જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આદેશ કરેલ છે. મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરમાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ફરમાવ્યો છે. મહેસાણા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના 22માની કલમ(37)(1) મુજબ સાવચેતીના ભાગ રૂપે સુરક્ષાના આદેશ કરેલ છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં 14 નવેમ્બર 2020 સુધી શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ફરમાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લામાં શસ્ત્રો, તલવાર, ભાલા, સોટા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું,જલદી સળગી ઉઠે તેવા વિસ્ફોટક પદાર્થો બનાવવાનું કે એકઠા કરવાનું તે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મસાલો સાથે લઇ જવાનું,પત્થર અથવા પત્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું,છટાદાર ભાષણ કરવાનું.

આ સાથે નનામીઓ કે પુતળાં કાઢવાનું કે ચાળા પાડવાનું કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરે તેવા ચિત્રો તૈયાર કરવાનું કે પ્રદશિત કરવાનું, ,માણસનું મડદું,આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવાનું સુરૂચિનો ભંગ કરે તેવું ભાષણ કરવાનુ, અસભ્ય વાણી ઉચ્ચારવાનું,નિતિનો ભંગ થાય તેવા હાવ-ભાવ કરવા,તેવી ચેષ્ટાઓ કરવાની તથા ચિત્રો,પત્રિકાઓ અથવા પ્લેકાર્ડો તૈયાર કરવાનું કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.