મહેસાણાઃ મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરાયા

મહેસાણા મહેસાણા જિલ્લાની જિલ્લા,તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2021 ને તારીખ 28-2-21ના રોજ યોજાનાર છે.ચૂંટણીઓ મુક્ત,ન્યાયી અને શાંતિપુર્ણ યોજાય તે માટે વિવિધ આદેશ કરવામાં આવેલ છે. મતદાન સરળ અને શાંતિપુર્ણ થાય અને તેમાં અવરોધ પેદા થાય નહી તે માટે મતદાન મથકના સ્થળોના ૨૦૦ મીટરના વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે નિયંત્રીત આદેશ કર્યા
 
મહેસાણાઃ મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરાયા

મહેસાણા

મહેસાણા જિલ્લાની જિલ્લા,તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2021 ને તારીખ 28-2-21ના રોજ યોજાનાર છે.ચૂંટણીઓ મુક્ત,ન્યાયી અને શાંતિપુર્ણ યોજાય તે માટે વિવિધ આદેશ કરવામાં આવેલ છે. મતદાન સરળ અને શાંતિપુર્ણ થાય અને તેમાં અવરોધ પેદા થાય નહી તે માટે મતદાન મથકના સ્થળોના ૨૦૦ મીટરના વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે નિયંત્રીત આદેશ કર્યા છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ બહાર પાડેલ આદેશનું પાલન ૦૧ માર્ચ ૨૦૨૧ ૨૪-૦૦ કલાક સુધી પાલન કરવાનું રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમાં ચૂંટણી ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઇપણ વ્યક્તિ મતદાન મથકના ૨૦૦ મીટરના
વિસ્તારમાં ચૂંટણીના બુથ ઉભા કરી શકશે નહિ.મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહી કે,મતદાન મથકમાં પ્રવેશી શકશે નહી. કે વાહન લઇ જઇ શકશે નહી કે લાવશે નહી.

કોઇ પણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન,કોડલેસફોન,વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જઇ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.કોઇ પણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં મેગાફોન અથવા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકશે નહી. આ આદેશ ચૂંટણી અંગેની મતદાન સંચાલનની કામગીરીમાં ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી ફરજ ઉપર રોકવામાં આવેલ કર્મચારીઓ,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા દ્વારા અધિકૃત કરવામાં આવે તેને,કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારીશ્રી,કર્મચારી તથા અન્ય સુરક્ષા માટેન સ્ટાફને,જિલ્લા ચૂંટણી અધિકારીતથા ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવે તેને લાગું પડશે નહિ.