મહેસાણાઃઉત્તરાયણે પતંગમાં ગાળો લખવાની અદાવત રાખી 13 શખસોનો ધારીયાથી હૂમલો

અટલ સમાચાર, મહેસાણા બાવલુના નાડોલીયા ગામના પાટીયા પાસે 13 શખસોએ લઘુમતિ ઈસમ પર ઉત્તરાયણના ઝઘડાની અદાવતને લઈ જીવલેણ હથિયારો વડે હૂમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ બાવલુ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત ઉત્તરાયણે પતંગો ઉપર ભરવાડ સમાજને ગાળો લખી મહોલ્લામાં પતંગો મોકલવા બાબતને લઈ ઠપકો આપેલ હતો. આ બાબતની અદાવત રાખી નાડોલીયા
 
મહેસાણાઃઉત્તરાયણે પતંગમાં ગાળો લખવાની અદાવત રાખી 13 શખસોનો ધારીયાથી હૂમલો

અટલ સમાચાર, મહેસાણા

બાવલુના નાડોલીયા ગામના પાટીયા પાસે 13 શખસોએ લઘુમતિ ઈસમ પર ઉત્તરાયણના ઝઘડાની અદાવતને લઈ જીવલેણ હથિયારો વડે હૂમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ બાવલુ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત ઉત્તરાયણે પતંગો ઉપર ભરવાડ સમાજને ગાળો લખી મહોલ્લામાં પતંગો મોકલવા બાબતને લઈ ઠપકો આપેલ હતો. આ બાબતની અદાવત રાખી નાડોલીયા ગામના પાટીયા પાસે આજે 13 શખસોએ સિપાઈ નિઝામ અમુભાઈ ઉ.વ.47 રહે.નાડોલીયા સિપાઈવાસ પર જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં લોખંડ લાખડીથી હૂમલો કર્યો હતો. તેમજ ધારીયુ મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદીને હાથ-પગે ફ્રેક્ચર થવા પામ્યું હતું. જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હિંચકારા હૂમલાને લઈ બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓની નામજોગ ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઃ

(૧) ભરવાડ સુરાભાઇ માહદેવભાઇ (૨) ભરવાડ અજમલભાઇ દેવાભાઇ (૩) ભરવાડ રતીભાઇ માધાભાઇ (૪) ભરવાડ પ્રવિણભાઇ માધાભાઇ (૫) ભરવાડ કાળુભાઇ દેવાભાઇ (૬) ભરવાડ ચીનુભાઇ દેવાભાઇ (૭) ભરવાડ પંકજભાઇ તેના પિતાનું નામ ખબર નથી પરંતુ તે ભરવાડ સત્તાભાઇ ભારાભાઇનો ભાણો છે. (૮) ભરવાડ ગોવિંદભાઇ રણમલભાઇ (૯) ભરવાડ સંજયભાઇ સુરભાઇ (૧૦) ભરવાડ જક્સીભાઇ વેલાભાઇ (૧૧) ભરવાડ લાલાભાઇ રામસીભાઇ (૧૨) ભરવાડ જગાભાઇ ગોવિંદભાઇ (૧૩) ભરવાડ મહેશભાઇ સામંતભાઇ રહે.તમામ નાડોલીયા તા.કડી