મહેસાણાઃસાવધાન! ભિક્ષાવૃત્તિનો ડોળ કરી લૂંટની નિષ્ફળ કોશિષ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં રેડીમેડ કપડાની દુકાન ધરાવતા વેપારીને ભિક્ષાવૃત્તિ કરતા એક શખસે લૂંટ ચલાવી હતી. પરંતુ વેપારીની સતર્કતાથી તે ઝડપાઈ જવા પામ્યો હતો. જે અંગેનો ગુનો પોલીસ મથકમાં નોંધાવા પામ્યો હતો. મહેસાણા શહેર એડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ચૌધરી કિરણકુમાર બાબુભાઈ દાળમીલના ખાંચામાં પોતાની રેડીમેડ કપડાંની દુકાન ધરાવે છે. પોતે દુકાનમાં હાજર
 
મહેસાણાઃસાવધાન! ભિક્ષાવૃત્તિનો ડોળ કરી લૂંટની નિષ્ફળ કોશિષ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં રેડીમેડ કપડાની દુકાન ધરાવતા વેપારીને ભિક્ષાવૃત્તિ કરતા એક શખસે લૂંટ ચલાવી હતી. પરંતુ વેપારીની સતર્કતાથી તે ઝડપાઈ જવા પામ્યો હતો. જે અંગેનો ગુનો પોલીસ મથકમાં નોંધાવા પામ્યો હતો.

મહેસાણા શહેર એડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ચૌધરી કિરણકુમાર બાબુભાઈ દાળમીલના ખાંચામાં પોતાની રેડીમેડ કપડાંની દુકાન ધરાવે છે. પોતે દુકાનમાં હાજર હતા તે સમયે ભૈરૂનાથ પપ્પુનાથ મદારી રહે.ખેરાલુ, જિ.મહેસાણા ભિક્ષાવૃત્તિનો ડોળ કરી ભિક્ષા માંગણી કરી હતી. આ સમયે વેપારી રેડીમેડ વેચાણમાં ધ્યાન હોઈ પાછળથી વેપારીના ગળામાં પહેરેલ સોનાની ચેઈન રૂ.30,000 બળજબરી પૂર્વક ખેંચી તોડી લીધી હતી.

જે અંગે અવાક બનેલા કિરણકુમારને ધ્યાન જતાં તુરંત જ આ ભિક્ષાવૃત્તિ કરતા વેપારીને ઝડપી પાડ્યો હતો. અને હોહા મચી જતાં લોકો એકઠા થઈ જવા પામ્યા હતા. આ અંગેનો પોલીસ મથકે ગુનો નોંધાતા આરોપીને ઝડપી લઈ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.