મહેસાણા: અર્બન બેંકની સત્તામાં ભાજપની નિષ્પક્ષતા કે નિષ્ફળતાનો રીપોર્ટ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા અર્બન બેંકની ચુંટણીમાં ભાજપી વિચારધારાના બે જૂથ વચ્ચે વિકાસ નામના વાવાઝોડાએ વિશ્વાસ અને પરીવર્તનને સાઇડ કરી સત્તા કબજે કરી છે. વર્ષોથી સત્તા જમાવી બેઠેલા વિકાસ પેનલના જી.કે. પટેલ સહિતના સામે આ ચુંટણીમાં ભાજપને સમર્પિત ડી.એમ.પટેલનું વિશ્વાસ નામનું જૂથ હારી ગયુ છે. ઊંઝા ગંજબજારની જેમ બંને જૂથ ભાજપી હોવા વચ્ચે મોવડીમંડળે નિષ્પક્ષતા
 
મહેસાણા: અર્બન બેંકની સત્તામાં ભાજપની નિષ્પક્ષતા કે નિષ્ફળતાનો રીપોર્ટ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા અર્બન બેંકની ચુંટણીમાં ભાજપી વિચારધારાના બે જૂથ વચ્ચે વિકાસ નામના વાવાઝોડાએ વિશ્વાસ અને પરીવર્તનને સાઇડ કરી સત્તા કબજે કરી છે. વર્ષોથી સત્તા જમાવી બેઠેલા વિકાસ પેનલના જી.કે. પટેલ સહિતના સામે આ ચુંટણીમાં ભાજપને સમર્પિત ડી.એમ.પટેલનું વિશ્વાસ નામનું જૂથ હારી ગયુ છે. ઊંઝા ગંજબજારની જેમ બંને જૂથ ભાજપી હોવા વચ્ચે મોવડીમંડળે નિષ્પક્ષતા રાખી કે નિષ્ફળતા મળી તે વિકાસ પેનલની જીત બાદ અભ્યાસનો વિષય બન્યો છે.

મહેસાણા: અર્બન બેંકની સત્તામાં ભાજપની નિષ્પક્ષતા કે નિષ્ફળતાનો રીપોર્ટ

ઉત્તર ગુજરાતની સૌથી મોટી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકની ચુંટણી બાદ મોડી રાત સુધી મતગણતરી ચાલી હતી. જેમાં અગાઉથી જ સત્તા પર બેઠેલા વિકાસ પેનલના ઉમેદવારો ફરી એકવાર વિજેતા બન્યા છે. આ વખતની ચૂંટણીમાં વિકાસ સામે ભાજપની વિચારધારાવાળા અને ખાસ કરીને નિતીન પટેલની નજીક ડી.એમ.પટેલનું વિશ્વાસ નામનું જૂથ મેદાનમાં હતુ. આવી સ્થિતિમાં ભાજપ પ્રદેશ મોવડી મંડળની ભુમિકા હશે કે કેમ ? જો ભુમિકા કરી હશે તો સફળતા કે નિષ્ફળતા ? મોટો સવાલ બન્યો છે.

મહેસાણા: અર્બન બેંકની સત્તામાં ભાજપની નિષ્પક્ષતા કે નિષ્ફળતાનો રીપોર્ટ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિકાસ અને વિશ્વાસ પેનલ વર્ષોથી ભાજપની નજીક છે. જોકે વિકાસને પછાડી ડી.એમ.પટેલનું વિશ્વાસ જૂથ સત્તા કબજે કરવા તલપાપડ હતુ. આવી સ્થિતિમાં ભાજપે અને ખાસ કરીને નિતીન પટેલે ડી.એમ.પટેલના જૂથને મદદ કરી હતી કે નહિ ? જી.કે. પટેલનું જૂથ જીતી રહ્યું હોવાનું લાગતા ભાજપે નિષ્પક્ષતા રાખી ? તે સહિતના સવાલો ઉમેદવારોથી માંડી ભાજપી કાર્યકરોમાં ગુત્થી સમાન બન્યા છે.

ચુંટણી પરિણામને અંતે વિશ્વાસ પેનલના એકમાત્ર ડી.એમ.પટેલની જીત થઇ છે. આથી વિકાસની અવિરત ગતિ સામે ભાજપની જ વિચારધારાવાળા વિશ્વાસ પેનલના ઉમેદવારોને હાર મળી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઊંઝા ગંજબજારની જેમ અર્બન બેંકમાં ભાજપે રાજકીય દાવપેચ નહિ લગાવતા વિકાસ પેનલ સરળતાથી જીતી હોવાનું મનાય છે. ઉલ્લેખનિય છે કે, ચુંટણી પરિણામ બાદ ડી.એમ.પટેલના જૂથે રીકાઉન્ટીંગની માંગ કરી હતી. જોકે નિયમોને પગલે પરિણામમાં ફેરફાર નહિ પડતા વિકાસ પેનલ ફરી એકવાર સત્તા પર આવી છે.

  • ડો.અનિલ પટેલ – 15950 મત
  • કાન્તીભાઈ પટેલ – 15877 મત
  • નરોત્તમભાઈ પટેલ – 15551 મત
  • ખોડાભાઈ પટેલ – 15525 મત
  • ગણપતભાઈ પટેલ – 15304 મત
  • ચંદુભાઈ પટેલ – 15210 મત
  • ઘનશ્યામભાઈ પટેલ – 15088 મત
  • કાનજીભાઈ પટેલ – 15041 મત
  • બાબુલાલ પટેલ – 14981 મત
  • જીતેન્દ્ર પટેલ – 14782 મત
  • ભાઈલાલભાઈ પટેલ – 14777 મત
  • અમૃતલાલ પટેલ – 14480 મત
  • કિરીટ પટેલ – 14478 મત
  • દિપીકાબેન પટેલ – 14798 મત
  • કોકીલાબેન પટેલ – 14715 મત
  • લક્ષ્મણભાઈ વણકર – 14943 મત
  • ડાહ્યાભાઈ પટેલ ઉર્ફે ડી એમ પટેલ (વિશ્વાસ પેનલ) – 14728 મત

બેંક વિશેનો પરિચય :

મહેસાણા અર્બન બેંકની ગુજરાત અને મુંબઈમાં કુલ 58 શાખાઓ છે. જેમાં 66૦૦૦ સભાસદો છે. જે પૈકી 48 ટકા સભાસદોએ મતદાન કર્યું હતું. મહેસાણા અર્બન બેંકનું વાર્ષિક 9૦૦૦ કરોડ ટર્નઓવર અને 3700 કરોડ ધિરાણ છે. જેથી આ બેંકમાં સત્તા મેળવવા ચૂંટણી જાહેર થયાની સાથે જ સૌ પ્રથમ વાર વિધાનસભા અને લોકસભા જેવો ચૂંટણી પ્રચાર અને આક્ષેપો શરૂ કરીને ભાજપ vs ભાજપ પેનલો સામ સામે હતી. જો કે, ગત રાત્રે પરિણામ જાહેર થતા જ, હવે સત્તાધારી પેનલ જી.કે.પટેલની વિકાસ પેનલે ફરીથી સત્તા હાંસલ કરી લીધી છે.